Maharashtra માં 66,358 નવા કેસ, 895 મૃત્યુ, રાજ્યમાં લંબાવાશે મિની લૉકડાઉન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
મુંબઈઃ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાત્રે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 66,358 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમય દરમિયાન 67,752 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 44,100,85 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સોમવારે 48,700 નવા કેસ સામે આવ્યા હતા અને 524 લોકોના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલે સૌથી વધુ 68,631 કેસ સામે આવ્યા હતા.
દેશમાં કોરોનાથી સ્થિતિ ખરાબ, ઓક્સિજન સહિતના મુદ્દા પર PM મોદીની હાઈ-લેવલ બેઠક
15 મે સુધી લંબાવાઈ શકે છે લૉકડાઉન
મહારાષ્ટ્રમાં મિની લૉકડાઉન બાદ પણ કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. રાજ્યમાં સતત વધી રહેલા કેસે ઉદ્ધવ સરકારની મુશ્કેલી વધારી દીધી છે. તેવામાં રાજ્યમાં મિની લૉકડાઉન લંબાવવામાં આવી શકે છે. મંગળવારે ઠાકરે સરકારના કેબિનેટ મંત્રી વિજય વડેટ્ટીવારે તેના સંકેત આપ્યા છે. તેમણે પ્રદેશ સરકારને મિની લૉકડાઉન વધુ 15 દિવસ માટે વધારવાનું સૂચન આપ્યુ છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube