દેશમાં કોરોનાથી સ્થિતિ ખરાબ, ઓક્સિજન સહિતના મુદ્દા પર PM મોદીની હાઈ-લેવલ બેઠક

બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે નિવેદન જાહી કરી જણાવ્યું, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે ઓક્સિજન પ્લાન્ટને જલદીથી જલદી શરૂ કરાવવા માટે રાજ્ય સરકારો સાથે મળી કામ કરે.

દેશમાં કોરોનાથી સ્થિતિ ખરાબ, ઓક્સિજન સહિતના મુદ્દા પર PM મોદીની હાઈ-લેવલ બેઠક

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની ખરાબ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મંગળવારે હાઈ લેવલ બેઠક કરી છે. તેમણે કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે સર્વોચ્ચ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી છે. ઓક્સિજનની સપ્લાઈ વધારવા માટે કામ કરી રહેલા એમ્પાવર્ડ ગ્રુપે પીએમ મોદીએ ઓક્સિજનની ઉપલબ્ધતા અને સપ્લાઈમાં તેજી લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. 

બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે નિવેદન જાહી કરી જણાવ્યું, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે ઓક્સિજન પ્લાન્ટને જલદીથી જલદી શરૂ કરાવવા માટે રાજ્ય સરકારો સાથે મળી કામ કરે. અધિકારીઓએ પીએમ મોદીને તે પણ જણાવ્યું કે, તે રાજ્યોને પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.'

— ANI (@ANI) April 27, 2021

હાઈ લેવલ બેઠકમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોવિડ મેનેટમેન્ટ પર કામ કરી રહેલા એમ્પાવર્ડ ગ્રુપે પીએમને બેડ્સ/આઈસીયૂની ઉપલબ્ધતા વધારવા માટે થઈ રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. પીએમે ભાર આપીને કહ્યુ કે, કોવિડ મેનેજમેન્ટના સંબંધમાં દિશા-નિર્દેશો અને રણનીતિઓને યોગ્ય રીતે લાગૂ કરવાની જરૂર છે. કમ્યુનિકેશન પર કામ કરી રહેલા એમ્પાવર્ડ ગ્રુપે પીએમ મોદીને જણાવ્યુ કે, લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સાથે પીએમ મોદીને ઓક્સિજન એક્સપ્રેય, ભારતીય વાયુસેના દ્વારા ભરવામાં આવી રહેલા ઓક્સિજનની કમી દૂર કરવાના પગલા વિશે પણ જણાવ્યું હતું. 

મહત્વનું છે કે દેશમાં એક દિવસમાં 3,23,144 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા બાદ મંગળવારે કુલ સંખ્યા વધીને 1,76,36,307 થઈ ગઈ છે, જ્યારે રાષ્ટ્રીય સ્તર પર સાજા થવાનો દર ઘટીને 82.54 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડામાં જણાવ્યું કે, સંક્રમણથી 2,771 લોકોના મૃત્યુ બાદ મોતનો આંકડો વધીને 1,97,894 થઈ ગયો છે. એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને  28,82,204 થઈ ગઈ છે, જે કુલ સંક્રમિતોના 16.34 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news