મુંબઇ : મહારાષ્ટ્રમાં (Maharashtra) સરકારની રચના મુદ્દે શિવસેનાએ (Shivsena) ધમપછાડા કરવાનું ભલે ચાલુ કર્યું હોય, પરંતુ કોંગ્રેસ અને એનસીપી ખુબ જ સાવધાની સાથે આગળ વધવા માંગે છે. એનસીપી સુપ્રીમ શરદ પવારના  (Sharad Pawar) રોજનાં બદલી રહેલા રાજકીય નિવેદનોનાં કારણે શિવસેના રોજ ઉંચીનીચી થઇ રહી છે. બીજી તરફ પવારનાં નવા પેંતરાઓથી કોંગ્રેસ પણ વિમાસણમાં મુકાઇ છે. પ્રદેશમાં શિવસેના સાથે સરકાર રચવા મુદ્દે નાના સહયોગી દળોએ ચર્ચા કર્યા બાદ સમાજવાદી પાર્ટીએ પવારને પોતાની તરફથી લીલીઝંડી આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં (Maharashtra Vidhan sabha) બે ધારાસભ્યોવાળી સમાજવાદી પાર્ટીનાં મુંબઇ અધ્યક્ષ અબુ આઝમીએ શરતોનાં આધારે શિવસેના સાથે સરકાર બનાવવા મુદ્દે તૈયારી દર્શાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતામાં JNU વાળી: ફી વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી

અબુઆઝમીએ મંગળવારે કહ્યું કે, શિવસેના હિન્દુત્વના મુદ્દાને છોડીને કૉમન મિનિમમ પ્રોગ્રામ માનવાની તૈયારી દર્શાવે તો અમને કોઇ વાંધો કે વિરોધ નથી અને શિવસેના સાથે સરકાર રચવા માટે તૈયાર છીએ. અમે કોંગ્રેસને પણ સમર્થન કરવા માટે તૈયાર છીએ. જો કે તેમણે તેમ પણ ક્યું કે, સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાનાં અંતિમ નિર્ણ અખિલેશ સિંહ યાદવ સાથે મંત્રણા કર્યા બાદ જ લેવામાં આવશે. પરંતુ હાલ તો આ મુદ્દે ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. મહારાષ્ટ્રને સ્થિર સરકાર મળતી હોય તો અમે તેમાં જરૂર અમારો સહયોગ આપીશું. 


રાષ્ટ્રપતિ કોવિંદ પણ દિલ્હીના પ્રદુષણથી ચિંતિત, કહ્યું- ધુમ્મસ જોઈને લાગે છે અંતનો ડર
INX મીડિયા કેસ: શું પી ચિદંબરમને મળશે જામીન કે રહેવું પડશે જેલમાં? આજે સુપ્રીમમાં સુનાવણી
બીજી તરફ મંગળવારે ફરી એકવાર મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ શિવસેના સાથે મળીને સરકાર રચવાની દિશામાં વાતચીત સકારાત્મક રહેવાનાં સંકેત આપ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રદેશાધ્યક્ષ પૂર્વ મંત્રી બાલાસાહેબ થોરાટે કહ્યું કે, પ્રદેશમાં પાંચ વર્ષ સુધી સરકાર ચાલે તે દિશામાં સકારાત્મક વાતચીત ચાલી રહી છે. માટે થોડો સમય લાગી રહ્યો છે. દરેક વાતને એનસીપી અને કોંગ્રેસ આંતરિક રીતે નક્કી કરી લેવા માંગે છે. માટે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં વાતચીત ચાલી રહી છે અને દરેક બાબતનો ઉકેલ આવશે.