INX મીડિયા કેસ: શું પી ચિદંબરમને મળશે જામીન કે રહેવું પડશે જેલમાં? આજે સુપ્રીમમાં સુનાવણી

INX મીડિયા હેરાફેરી સાથે સંકળાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં પી ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચ ચિંદબરમની જામીન અરજી પર સુનાવણી કરશે. ગત સોમવારે ચિદંબરમના વકીલ કપિલ સિબ્બલે જામીન અરજી પર જલદી સુનાવણીની માંગ કરી હતી.

INX મીડિયા કેસ: શું પી ચિદંબરમને મળશે જામીન કે રહેવું પડશે જેલમાં? આજે સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી સાથે સંકળાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં પી ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચ ચિંદબરમની જામીન અરજી પર સુનાવણી કરશે. ગત સોમવારે ચિદંબરમના વકીલ કપિલ સિબ્બલે જામીન અરજી પર જલદી સુનાવણીની માંગ કરી હતી. સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચિદંબરમ ગત 90 દિવસોથી જેલમાં બંધ છે. દિલ્હી હાઇકોર્ટે તેમની જામીન અરજી નકારી કાઢી હતી, જેના વિરૂદ્ધમાં તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. 

તમને જણાવી દઇએ કે INX મીડિયા કેસમાં પી ચિદંબરમને મોટો આંચકો આપતાં દિલ્હી હાઇકોર્ટે તેની સાથે સંકળાયેલા ઇડી કેસમાં જામીન અરજી નકારી કાઢી હતી. હાઇકોર્ટના જસ્ટિસ સુરેશ કૈથે પોતાના આદેશમાં કહ્યું હતું કે જો આ સ્ટેજ પર ચિદંબરમને જામીન આપવામાં આવે તો 70 બેનામી બેંક એકાઉન્ટ સહીલ શેલ કંપની અને મની ટ્રેલને સાબિત કરવા તપાસ એજન્સી માટે મુશ્કેલ થઇ જશે. 

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ચિદંબરમને 1 લાખ રૂપિયા વ્યક્તિગત બોન્ડ પર સીબીઆઇ કેસમાં જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં કેસ સુનાવણી દરમિયાન સીબીઆઇ દ્વારા રજૂ કરવામાં આવેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચિદંબરમને આ કેસમાં ત્યાં સુધી જામીન ન આપવા જોઇએ જ્યાં સુધી આ કેસની ટ્રાયલ શરૂ ન થઇ જાય અને જ્યાં સુધી મહત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવતા નથી. 

શું છે કેસ
સીબીઆઇએ 2007માં 305 કરોડ રૂપિયાના વિદેશ ફંડ લેવા માટે આઇએનએક્સ મીડિયા ગ્રુપને એફઆઇપીબીની મંજૂરીમાં કથિત અનિયમિતતાઓનો આરોપ લગાવતાં 15 મેના 2017ના રોજ પ્રાથમિકતા નોંધાવી હતી. ત્યારબાદ ઇડીએ 2017માં આ સંબંધમાં મની લોડ્રીંગનો કેસ દાખલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news