Maharashtra Accident: મહારાષ્ટ્રના સોલાપુરમાં કારે ટક્કર મારતા 7 તીર્થયાત્રીકોના મોત, 6ને ગંભીર ઈજા
Solapur Road Accident: મહારાષ્ટ્રમાં એક રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુખ વ્યક્ત કરતા પીડિતોને 5 લાખ રૂપિયાનું સહાય આપવાની જાહેરાત કરી છે.
સોલાપુરઃ Maharashtra Road Accident: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આજે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાય છે. એક પૂરપાટ ચાલતી કારની ઝપેટમાં આવવાથી 7 તીર્થયાત્રીકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે પુરૂષ અને એક બાળક સામેલ છે. આ દુર્ઘટનામાં 6 યાત્રીકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું કે જે કારે તીર્થયાત્રીકોને ટક્કર મારી તેની સ્પીડ વધુ હતી.
ટક્કર લાગવાથી સાત લોકોને ગંભીર ઈજા પહોંચી જેથી તેના ઘટનાસ્થળે મોત થયા છે. આ બધા તીર્થયાત્રી સોલાપુરથી પંઢરપુરની તરફ ચાલતા રવાના થયા હતા. સ્થાનીક પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગાડી ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વળતરની કરી જાહેરાત
સોલાપુરના એસપી સિરીષ સરદેશપાંડેએ કહ્યું કે સોલાપુર જિલ્લાના સાંગોલે ગામની પાસે એક રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને અન્યને ઈજા પહોંચી છે. આ તીર્થયાત્રી પંઢરપુર જઈ રહ્યાં હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરફથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રેપ મામલામાં ટૂ ફિંગર ટેસ્ટ પર સુપ્રીમે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- આ ટેસ્ટ અયોગ્ય
તંત્રને આપ્યો આદેશ
મુખ્યમંત્રીએ કહ્યુ કે, અમે મૃતકોના પરિવારજનો અને શુભચિંતકોના દુખમાં સહભાગી છીએ. દરેક મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયતા જાહેર કરવામાં આવી છે. સાથે તંત્રને ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube