રેપ મામલામાં ટૂ ફિંગર ટેસ્ટ પર સુપ્રીમે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- આ પીડિતાને બીજીવાર યાતના આપવા સમાન
સુપ્રીમ કોર્ટે રેપ મામલાની પુષ્ટિ માટે પીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કરાવવાની નિંદા કરી છે. કોર્ટે કહ્યું કે આ પિતૃસત્તાત્મક વિચારનું પરિણામ છે. આ કરનાર પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ Supreme Court Two Finger Test: ભારતની કાયદાકીય વ્યવસ્થામાં રેપ કેસની પુષ્ટિ માટે પીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કરવામાં આવે છે. ટૂ ફિંગર ટેસ્ટનો સહારો લેતા લોકોને સુપ્રીમ કોર્ટે જોરદાર ફટકાર લગાવી છે. સર્વોચ્ચ કોર્ટે ટૂ ફિંગર ટેસ્ટ કરાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, જે તેમ કરે છે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ પ્રકારનો ટેસ્ટ પીડિતાને બીજીવાર યાતના આપવા જેવો છે.
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટ ઘણીવાર ટૂ ફિંગર ટેસ્ટને અયોગ્ય ગણાવી ચુક્યું છે. કોર્ટે 2013માં આ ટેસ્ટને ગેરબંધારણીય ગણાવ્યો હતો. કોર્ટે ટૂ ફિંગર ટેસ્ટની જગ્યાએ સારી વૈજ્ઞાનિક રીત અપનાવવાનું કહ્યું હતું. 2014માં કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલા દિશાનિર્દેશોમાં પણ તેની મનાઈ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ ટેસ્ટ વૈજ્ઞાનિક નથી. તેનાથી મહિલાને બીજીવાર પરેશાન કરવામાં આવે છે. શું એવી મહિલા જે પોતાની ઈચ્છાથી શારીરિક સંબંધ બનાવે છે,, તેનો બળાત્કાર ન થઈ શકે?
'ટૂ-ફિંગર ટેસ્ટ પિતૃસત્તાત્મક વિચારનું પરિણામ'
ટૂ-ફિંગર ટેસ્ટને જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેંચે પિતૃપ્રધાન વિચારનું પરિણામ જણાવ્યો છે. જજોએ કહ્યું- આ ટેસ્ટની પાછળ તે વિચાર કામ કરે છે કે જે મહિલા યૌન સંબંધમાં સક્રિય છે, તેનો બળાત્કાર ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે લોકો આ ટેસ્ટ કરે છે, તેને ખોટા આચરણના દોષી માનવા જોઈએ. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
મેડિકલ શિક્ષણના સિલેબસમાંથી હટાવવામાં આવે ટૂ ફિંગર ટેસ્ટ
સુપ્રીમ કોર્ટે મેડિકલ અભ્યાસના સિલેબસમાંથી ટૂ ફિંગર ટેસ્ટને હટાવવા માટે કહ્યું છે. સાથે કહ્યું કે દેશભરના પોલીસકર્મીઓને આ વિશે જાગરૂત કરવા જોઈએ. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વાતો રેપના એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટના આદેશને પલટતા કહી છે. હાઈકોર્ટે દોષીને છોડી દીધો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તેને નિચલી અદાલતમાંથી મળેલી સજા યથાવત રાખી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે