મહારાષ્ટ્ર કોકડું: જાણો સોનિયા ગાંધીને મળ્યા પછી શું કહ્યું શરદ પવારે?
શરદ પવારે જણાવ્યું કે, `મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ બાબતે સોનિયા ગાંધી સાથે ચર્ચા થઈ છે. શિવસેના ભાજપ સામે મજબૂત ભૂમિકામાં છે. હું મારી પાર્ટીના નેતાઓ સાથે હવે મુંબઈમાં ચર્ચા કરીશ અને ત્યાર પછી આ સંદર્ભમાં સોનિયા ગાંધીને મળીશ.`
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને કોકડું ગુંચવાયેલું છે. ભાજપ અને શિવસેના ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે, પરંતુ હાલ બંને પક્ષો વચ્ચે કેટલાક મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન બહુમત મેળવી શક્યું નથી, પરંતુ શવિસેના તેમના મીટ માંડી રહી છે. આવી ગુંચવણભરી સ્થિતિમાં સોમવારે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને જતાં રાજકીય અટકળોને એક નવું બળ મળ્યું હતું.
સોનિયા ગાંધીને મળ્યા પછી પત્રકાર પરિષદમાં એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું કે, "મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ બાબતે સોનિયા ગાંધી સાથે ચર્ચા થઈ છે. શિવસેના ભાજપ સામે મજબૂત ભૂમિકામાં છે. હું મારી પાર્ટીના નેતાઓ સાથે હવે મુંબઈમાં ચર્ચા કરીશ અને ત્યાર પછી આ સંદર્ભમાં સોનિયા ગાંધીને મળીશ."
શિવસેનાના વલણ અંગે પવારે જણાવ્યું કે, "ભાજપ-શિવસેના પાસે નંબર છે, સરકાર બનાવવી તેમની જવાબદારી છે. ઉદ્ધવ સાથે મારી વાત થઈ નથી અને તેમના તરફથી મને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. અમારા પક્ષે પણ કોઈ પ્રસ્તાવ કરાયો નથી. આ કોણ સોદાબાજીની ગેમ નથી, પરંતુ ગંભીર ગેમ છે. સંજય રાઉત રાજ્યસભા સભ્ય છે. મારા સભાગૃહના સહકર્મી છે એટલે અમારી મુલાકાત થઈ હતી. જનતાએ જેમને જનાદેશ આપ્યો છે, તેમણે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ."
શિવસેના, સરકાર બનાવવાના માર્ગમાં અડચણ નહીં: રાજ્યપાલને મળ્યા પછી સંજય રાઉત
આ અગાઉ શિવસેનાના સાંસદ રાઉતે જણાવ્યું કે, "આજે અમારા નેતાઓ સાથે રાજ્યપાલને મલ્યા હતા અને લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. અમે અમારી વાત રજુ કરી છે. તેમણે શાંતિપૂર્ણ રીતે અમારી વાત સાંભળી છે. મહારાષ્ટ્રમાં ઝડપથી સરકાર બને એટલી માગ અમે ગવર્નર સમક્ષ મુકી છે. કોઈની પણ સરકાર બને, કોઈ ફરક પડતો નથી. જેનો બહુમત વધારે છે તેની સરકાર બનશે."
શિવસેનાના તેવર સામે ભાજપ અડીખમ, અમિત શાહે CM અને ગૃહ મંત્રી પદ આપવાની ના પાડી: સૂત્ર
સૂત્રો અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપ સીએમ પદ મુદ્દે સમાધાન કરવા તૈયાર નથી. ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રી પદ આપવા તૈયાર છે. ભાજપને આશા છે કે, 8 નવેમ્બર પહેલા જે કોઈ અડચણો છે તે દૂર થઈ જશે. પાર્ટીએ શિવસેના સાથે વાટાઘાટોના તમામ દરવાજા ખુલ્લા રાખ્યા છે. હાલ, ભાજપ પાસે અપક્ષ અને અન્ય પક્ષોના ધારાસભ્યો મળીને કુલ 121નું સંખ્યાબળ છે.
જુઓ LIVE TV....