શિવસેના, સરકાર બનાવવાના માર્ગમાં અડચણ નહીં: રાજ્યપાલને મળ્યા પછી સંજય રાઉત

શિવસેનાના સાંસદ રાઉતે જણાવ્યું કે, "આજે અમારા નેતાઓ સાથે રાજ્યપાલને મલ્યા હતા અને લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રમાં ઝડપથી સરકાર બને એટલી માગ અમે ગવર્નર સમક્ષ મુકી છે."  

Updated By: Nov 4, 2019, 06:48 PM IST
શિવસેના, સરકાર બનાવવાના માર્ગમાં અડચણ નહીં: રાજ્યપાલને મળ્યા પછી સંજય રાઉત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ખુરશી માટે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનું હજુ સુધી કોઈ સમાધાન નિકળ્યું નથી. આજે શવિસેનાના નેતાઓએ સાંસદ સંજય રાઉતના નેતૃત્વમાં રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીની મુલાકાત કરી હતી. મુલાકાત પછી રાઉતે જણાવ્યું કે, શિવસેના સરકાર બનાવવાના માર્ગમાં અડચણરૂપ નથી. જેણે વધુ સીટ જીતી હોય તે સરકાર નબાવે. 

શિવસેનાના સાંસદ રાઉતે જણાવ્યું કે, "આજે અમારા નેતાઓ સાથે રાજ્યપાલને મલ્યા હતા અને લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. અમે અમારી વાત રજુ કરી છે. તેમણે શાંતિપૂર્ણ રીતે અમારી વાત સાંભળી છે. મહારાષ્ટ્રમાં ઝડપથી સરકાર બને એટલી માગ અમે ગવર્નર સમક્ષ મુકી છે. કોઈની પણ સરકાર બને, કોઈ ફરક પડતો નથી. જેનો બહુમત વધારે છે તેની સરકાર બનશે."

શિવસેનાના તેવર સામે ભાજપ અડીખમ, અમિત શાહે CM અને ગૃહ મંત્રી પદ આપવાની ના પાડી: સૂત્ર

આ બાજુ દિલ્હીમાં એસીપી પ્રમુખ શરદ પવાર પણ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? અમિત શાહ સાથે મુલાકાત બાદ ફડણવીસે આપ્યું મોટું નિવેદન 

સૂત્રો અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપ સીએમ પદ મુદ્દે સમાધાન કરવા તૈયાર નથી. ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રી પદ આપવા તૈયાર છે. ભાજપને આશા છે કે, 8 નવેમ્બર પહેલા જે કોઈ અડચણો છે તે દૂર થઈ જશે. પાર્ટીએ શિવસેના સાથે વાટાઘાટોના તમામ દરવાજા ખુલ્લા રાખ્યા છે. હાલ, ભાજપ પાસે અપક્ષ અને અન્ય પક્ષોના ધારાસભ્યો મળીને કુલ 121નું સંખ્યાબળ છે. 

'તરુણ ભારત'એ સંજય રાઉત-ઉદ્ધવની જોડીને વિક્રમ વેતાળ ગણાવી, જાણો શિવસેના નેતાએ શું કહ્યું?

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....