શરદ પવારની જાહેરાત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP 125-125 સીટો પર ચૂંટણી લડશે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) વચ્ચે વિધાનસભા ચૂંટણી મુદ્દે ગઠબંધનની જાહેરાત કરી છે
મુંબઇ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની જાહેરાત કરી છે. પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાંબંન્ને પાર્ટી 125-125 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે. શરદ પવારે નાસિકમાં પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે, બાકી રહેતી તમામ સીટ ગઠબંધનમાં રહેલી અન્ય પાર્ટીઓને ફાળવવામાં આવશે. શરદ પવારે કહ્યું કે, તેમની અને કોંગ્રેસ વચ્ચે 15-20 સીટોનો ઉલટફેર થઇ શકે છે.
ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, રામ મંદિર નિર્માણનો સમય નજીક, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક
અત્રે ઉલ્લેખનીય છે કે, એનસીપી પ્રમુખ શરદ પવારે ગત્ત અઠવાડીયે જ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પ્રમુખ સાથે મુલાકાત યોજી હતી. સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણી અંગે ચર્ચા થઇ ચુકી હતી. બંન્ને પક્ષોએ હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં સત્તારૂઢ શિવસેના અને ભાજપની સંયુક્ત સરકારને રોકવા માટે કમર કસી છે. બંન્ને દળો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે.
ઓવૈસીનો કેન્દ્રને વેધક સવાલ, 'ફારુક અબ્દુલ્લાથી સરકાર આટલી કેમ ડરે છે?'
ફારુક અબ્દુલ્લાની PSA હેઠળ અટકાયત, કોઈ સુનાવણી વગર 2 વર્ષ સુધી રહી શકે છે કેદમાં
અત્રે ઉલ્લેખનીય છે કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં 288 સીટોની વિધાનસભામાં ભાજપે 122 સીટો પર કબ્જો કર્યો હતો. જ્યારે શિવસેનાએ 62 સીટો પર કબ્જો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ અને રાંકપાને ક્રમશ 42 અને 41 સીટોમાં જ સંતોષ માનવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે કોંગ્રેસ અને એનસીપી મહારાષ્ટ્રમાંથી એનડીએ સરકારને રોકવા માટે ભરપુર પ્રયાસો કરી રહી છે.