મુંબઈ: પૂર્વ મુંબઈ (Mumbai)  પોલીસ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલા આરોપો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. હવે શિવસેનાએ પણ અનિલ દેશમુખ પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં સવાલ કરાયો છે કે સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને આટલા અમર્યાદિત અધિકાર કોણે આપ્યાં?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'દેશમુખ દુર્ઘટનાવશ ગૃહમંત્રી'
સામનાની પોતાની સાપ્તાહિક કોલમ 'રોખઠોક'માં શિવસેના નેતા સંજય રાઉતે સવાલ કરતા લખ્યું છે કે આખરે એક API લેવલના અધિકારી સચિન વાઝેને આટલા અમર્યાદિત અધિકાર કોણે આપ્યા? આ તપાસનો વિષય છે. રાઉતે લખ્યું કે પોલીસ કમિશનર, ગૃહમંત્રી, મંત્રીમંડળના પ્રમુખ લોકોના દુલારા અને વિશ્વાસપાત્ર રહેલો વાઝે માત્ર એક સહાયક પોલીસ નિરિક્ષક હતો. તેને મુંબઈ પોલીસના અમર્યાદિત અધિકાર કોના આદેશ પર અપાયા તે તપાસનો વિષય છે. મુંબઈ પોલીસ આયુક્તાલયમાં બેસીને વાઝે વસૂલી કરી રહ્યો હતો અને ગૃહમંત્રી અનિલ દેશમુખને આ અંગે જાણકારી નહીં હોય? સામનામાં લખ્યું છે કે  દેશમુખને ગૃહમંત્રીનું પદ અકસ્માતે મળી ગયું. 


ભાજપે સાધ્યું નિશાન
સામનાના લેખ પર ભાજપે (BJP) નિશાન સાધ્યું છે. ભાજપે તેને નોૌટંકી ગણાવ્યો. ભાજપના નેતા કિરિટ સોમૈયાએ કહ્યું કે 'સચિન વાઝે કેસમાં શિવસેના અને સામનાની આ નૌટંકી છે. શિવસેના કહે છે કે સચિન વાઝે વસૂલી ગૃહમંત્રી અને કમિશનર માટે કરતો હતો. સરકાર બદનામ થઈ રહી છે. તેમને હું યાદ અપાવવા માંગુ છું કે સચિન વાઝેની નિયુક્તિ ગેરકાયદેસર રીતે ઉદ્ધવે જ કરાવી હતી.'


દેશમુખનું રાજીનામું કેમ નહીં?
ભાજપના નેતા રામ કદમે કહ્યું કે 'ઉદ્ધવ ઠાકરે દેશમુખનું રાજીનામું કેમ લેતા નથી? જો દેશમુખે મોઢું ખોલી નાખ્યું તો કોઈ મો બતાવવા લાયક નહીં રહે. ત્રણેય પક્ષો બરાબરના ભાગીદાર છે.'


Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે ખરાબ સમાચાર, જાણીને આંચકો લાગશે
 

Mann Ki Baat : 'મન કી બાત'માં પીએમ મોદીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?


PICS: પુષ્કળ દારૂ ઢીંચીને નશામાં ધૂત રહી મહિલા, બાજુમાં સૂતેલી દોઢ મહિનાની બાળકીનું ભૂખથી મોત


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube