Mann Ki Baat : 'મન કી બાત'માં પીએમ મોદીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  દેશવાસીઓને મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ દ્વારા સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે હું આજે આ 75મા કાર્યક્રમ વખતે સૌથી પહેલા તો મન કી બાતને સફળ અને સમૃદ્ધ બનાવવા માટે અને તેની સાથે જોડાયેલા રહેવા માટે દરેક શ્રોતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

Mann Ki Baat : 'મન કી બાત'માં પીએમ મોદીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  દેશવાસીઓને મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ દ્વારા સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે હું આજે આ 75મા કાર્યક્રમ વખતે સૌથી પહેલા તો મન કી બાતને સફળ અને સમૃદ્ધ બનાવવા માટે અને તેની સાથે જોડાયેલા રહેવા માટે દરેક શ્રોતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે વર્ષ 2014માં વિજયાદશમીના દિવસથી મન કી બાત કાર્યક્રમની શરૂઆત થઈ. પરંતુ એવું લાગે છે કે આ કાલની જ વાત છે. આ 75 એપિસોડ દરમિયાન કેટ કેટલા વિષયોમાંથી પસાર થયા. ક્યારેક નદીની વાત, ક્યારેક હિમાલયની ચોટીઓની વાત, ક્યારેક રણ તો ક્યારેક કુદરતી આફત, માનવ સેવાની અગણિત કથાઓની અનુભૂતિ, ક્યારેક ટેક્નોલોજીનો આવિષ્કાર તો ક્યારેક અજાણ્યા ખુણામાં કઈક નવું કરી દેખાડનારા કોઈ વ્યક્તિના અનુભવની કથા. 

આઝાદીનો અમૃત મહોત્સવ
પીએમ મોદીએ કહ્યું કે મોટો સુખદ સંયોગ છે કે આજે મને 75મી મન કી બાત કરવાની તક મળી અને આ મહિનો આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવના પ્રારંભનો પણ મહિનો છે. અમૃત મહોત્સવ દાંડી યાત્રાના દિવસથી શરૂ થયો અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. અમૃત મહોત્સવ સંલગ્ન કાર્યક્રમ સમગ્ર દેશમાં સતત થઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી આ કાર્યક્રમની તસવીરો, જાણકારીઓ લોકો શેર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ સ્વાધિનતા સેનાનીની સંઘર્ષગાથા હોય, કોઈ સ્થાનનો ઈતિહાસ હોય, દેશની કોઈ સાંસ્કૃતિક કહાની હોય, અમૃત મહોત્સવ દરમિયાન તમે તેને દેશની સામે લાવી શકો છો. દેશવાસીઓને તેની સાથે જોડવાનું માધ્યમ બની શકો છો. 

જનતા કર્ફ્યૂ દુનિયા માટે અચરજ બન્યો-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષે આ માર્ચ મહિનો જ હતો કે દેશે પહેલીવાર જનતા કર્ફ્યૂ શબ્દ સાંભળ્યો. પરંતુ આ મહાન દેશની મહાન પ્રજાની મહાશક્તિનો અનુભવ જુઓ, જનતા કર્ફ્યૂ સમગ્ર વિશ્વ માટે એક અચરજ બની ગયો. અનુશાસનનું આ અભૂતપૂર્વ ઉદાહરણ હતું આવનારી પેઢીઓ આ એક વાતને લઈને જરૂર ગર્વ કરશે. એજ પ્રકારે આપણું કોરોના વોરિયર્સ પ્રત્યે સન્માન, આદર, થાળી વગાડવી, તાળી વગાડવી, દીવડા પ્રગટાવવા...તમને અંદાજો નથી કે કોરોના વોરિયર્સના મનને કેટલું બધુ સ્પર્શી ગયું હતું આ બધુ અને આ જ કારણ છે કે તેઓ આખું વર્ષ થાક્યા વગર, અટક્યા વગર ડટી રહ્યા. 

કોરોના સામે લડતનો મંત્ર, દવા પણ, કડકાઈ પણ
પીએમ મોદીએ ફરીથી કોરોના સામે લડતનો મંત્ર પણ આપ્યો તેમણે કહ્યું કે આ બધા વચ્ચે કોરોના સામે લડતનો મંત્ર જરૂર યાદ રાખો. 'દવા પણ, કડકાઈ પણ'. 

મહિલા ક્રિકેટર મિતાલી રાજનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે ઈન્દોરની સૌમ્યાજીનો મારે આભાર માનવાનો છે કે તેમણે એક વિષય અંગે મારું ધ્યાન આકર્ષિત કર્યું. તેનો ઉલ્લેખ મન કી બાતમાં કરવાનું કહ્યું. આ વિષય છે ભારતની ક્રિકેટર મિતાલી રાજજીનો નવો રેકોર્ડ. દસ હજાર રન બનાવનારી પહેલી મહિલા ક્રિકેટર બની છે મિતાલી રાજ. તેમને આ ઉપલબ્ધિ પર ખુબ ખુબ અભિનંદન. તેમણે કહ્યું કે આ રસપ્રદ છે કે આજ માર્ચ મહિનામાં જ્યારે આપણે મહિલા દિવસ ઉજવી રહ્યા હતા ત્યારે અનેક મહિલા ખેલાડીઓએ મેડલ્સ અને રેકોર્ડ્સ પોતાના નામે કર્યા. આજે શિક્ષણથી લઈને આંતરપ્રિન્યોરશીપ સુધી, આર્મ્ડ ફોર્સથી લઈને સાયન્સ અને ટેક્નોલોજી સુધી દરેક જગ્યાએ દેશની દીકરીઓ પોતાના અલગ ઓળખ બનાવી રહી છે.  

ये Light house गुजरात के सुरेन्द्र नगर जिले में जिन्झुवाड़ा नाम के एक स्थान में है।

जानते हैं, ये लाइट हाउस क्यों खास है ?

— BJP (@BJP4India) March 28, 2021

સુરેન્દ્રનગરના Unique Light House વિશે કરી વાત
પીએમ મોદીએ મન કી બાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડામાં આવેલા એક લાઈટ હાઉસનો પણ ઉલ્લેખ કર્યો. આ લાઈટ હાઉસ વિશે જણાવતા તેમણે કહ્યું કે આ લાઈટ હાઉસ  (જેને સાદી ભાષામાં દીવાદાંડી કહે છે) ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા નામના એક સ્થળ પર છે. આ લાઈટ હાઉસમાં એવું તે શું છે. ખાસ એટલા માટે છે કારણ કે જ્યાં આ લાઈટ હાઉસ છે ત્યાંથી સમુદ્ર તટ હવે તો 100 કિલોમીટરથી પણ વધુ દૂર છે. પરંતુ તમને આ ગામમાં એવા પથ્થર મળી જશે જે એ દર્શાવે છે કે એક સમયે તે એકદમ વ્યસ્ત બંદર રહ્યું હશે. એટલે કે તેનો અર્થ એ છે કે પહેલા કોસ્ટલાઈન ઝિંઝુવાડા સુધી હતી. સમુદ્ર ઘટવો, વધવો, પાછળ જવો, આટલો દૂર જતો રહેવો, એ પણ તેનું એક સ્વરૂપ છે. 

इन सभी light house में उनकी क्षमताओं के मुताबिक Museum, Amphi-Theatre, Open Air Theatre, Cafeteria, Children’s Park, Eco Friendly Cottages और Landscaping तैयार किये जाएंगे।

- पीएम#MannKiBaat

— BJP (@BJP4India) March 28, 2021

પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 71 Light Houses Identify કરાયા
પીએમ મોદીએ કહ્યું કે મે પર્યટનના વિવિધ પહેલુઓ પર અનેકવાર વાત કરી છે. પરંતુ આ લાઈટ હાઉસ, ટુરિઝમની રીતે જોઈએ તો યુનિક હોય છે. પોતાની ભવ્ય સંરચનાઓના કારણે લાઈટ હાઉસ હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 Light Houses Identify કરવામાં આવ્યા છે. આ તમામ લાઈટ હાઉસમાં તેમની ક્ષમતાઓ મુજબ મ્યુઝિયમ,  Amphi-Theatre, ઓપન એર થીયેટર, કેફેટેરિયા, ચિલ્ડ્રન્સ પાર્ક, ઈકો ફ્રેન્ડલી કોટેજ અને લેન્ડસ્કેપિંગ તૈયાર કરવામાં આવશે. 

ચકલીઓના અસ્તિત્વ પર ચિંતા વ્યક્ત કરી
પીએમ મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા World Sparrow Day ઉજવવામાં આવ્યો. સ્પેરો એટલે ગોરૈયા. ગોરૈયાને ચકલી પણ કહે છે. ક્યાંક ચિમની કહે છે, ક્યાંક ધાન ચિરિકા કહે છે. આજે આપણે તેને બચાવવા માટે પ્રયત્નો કરવા પડે છે. તેમણે કહ્યું કે મારા બનારસના એક સાથી ઈન્દ્રપાલ સિંહ બત્રાજીએ એક એવું કામ કર્યું છે કે જે હું જણાવવા માંગુ છું. તેમણે પોતાના ઘરમાં જ ચકલીઓનું રહેઠાણ બનાવી લીધુ છે. ઓડિશાના કેન્દ્રપાડામાં રહેતા વિજયજીએ 12 વર્ષ મહેનત કરીને પોતાના ગામની બહાર સમુદ્ર તરફ 25 એકરનું mangrove જંગલ ઊભું કરી દીધુ છે. આજે આ જંગલ ગામની સુરક્ષા કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news