મહારાષ્ટ્ર: BMCમાં મેયર અને ડે.મેયર સીટ પર શિવસેનાનો કબ્જો, ઉલ્હાસનગરમાં મોટો ઉલટફેર
શિવસેના(Shivsena)ના કોર્પોરેટર કિશોરી પેડણેકર મુંબઈ(Mumbai)ના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે શિવસેનાના જ સુહાર વાડેકર ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટાયા છે.
મુંબઈ: શિવસેના(Shivsena)ના કોર્પોરેટર કિશોરી પેડણેકર મુંબઈ(Mumbai)ના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે શિવસેનાના જ સુહાર વાડેકર ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટાયા છે. કિશોરી પેડણેકર આગામી અઢી વર્ષ સુધી બીએમસી(BMC)ના મેયર પદે રહેશે. 227 બેઠકોવાળી બીએમસીમાં કિશોરી પેડણેકર( Kishori Pednekar) ની પસંદગી નિર્વિરોધ થઈ.
મહારાષ્ટ્રમાં કેમ BJP સાથે છેડો છૂટ્યો? ન બની શકી સરકાર...ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર કર્યો ખુલાસો
મેયર બન્યા બાદ કિશોરીએ કહ્યું કે મુંબઈના રસ્તાઓ પર પડેલા ખાડાઓને દૂર કરવા તેમની પ્રાથમિકતા રહેશે. આ સાથે જ કિશોરીનું એમ પણ કહેવું છ કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને લોકો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું એ પણ તેમની પ્રાથમિકતામાં સામેલ રહેશે.
ભાજપની બહુમતીવાળી ઉલ્હાસનગરમાં પણ ઉલટફેર
મહારાષ્ટ્રની ઉલ્હાસનગર નગર નિગમમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બહુમત હોવા છતા મેયરપદે ભાજપના ઉમેદવારની હાર થઈ. ભાજપના બળવાખોર જૂથના નેતા ઓમી કલાનીએ શિવસેનાને સાથ આપ્યો. ઉલ્હાસનગરમાં મેયર પદ માટે શિવસેનાના લીલાબાઈ આશાન જીત્યા છે. તેમણે ભાજપના જીવન ઈદનાનીને 8 મતોથી હરાવ્યાં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube