મહારાષ્ટ્રમાં કેમ BJP સાથે છેડો છૂટ્યો? ન બની શકી સરકાર...ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર કર્યો ખુલાસો

શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ આજે માતોશ્રીમાં પોતાના વિધાયકો સાથે બેઠકમાં એ તમામ ખુલાસા કર્યાં અને કારણો જાહેર કર્યાં જેના લીધે ભાજપ(BJP) અને શિવસેના ગઠબંધન હેઠળ સરકાર બનાવી શક્યા નહીં. હકીકતમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર બનાવવાને લઈને તેજ થયેલી કવાયત વચ્ચે આજે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના વિધાયકોની સાથે પોતાના નિવાસસ્થાન માતોશ્રી પર મીટિંગ કરી. જેમાં તેમણે વિધાયકોને જણાવ્યું કે કેમ તેઓ કોંગ્રેસ(Congress)-એનસીપી(NCP)નો સાથ લઈને સરકાર બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે એનસીપી-કોંગ્રેસ(NCP-Congress) સાથે મળીને સરકાર બનાવવાની નોબત ભાજપના કારણે આવી પડી. ભાજપે બાળાસાહેબ ઠાકરેને આપેલુ વચન તોડ્યું અને ફરીથી ચૂંટણી ન કરાવવી પડે આથી અમે એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો. 
મહારાષ્ટ્રમાં કેમ BJP સાથે છેડો છૂટ્યો? ન બની શકી સરકાર...ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર કર્યો ખુલાસો

મુંબઈ: શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ આજે માતોશ્રીમાં પોતાના વિધાયકો સાથે બેઠકમાં એ તમામ ખુલાસા કર્યાં અને કારણો જાહેર કર્યાં જેના લીધે ભાજપ(BJP) અને શિવસેના ગઠબંધન હેઠળ સરકાર બનાવી શક્યા નહીં. હકીકતમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર બનાવવાને લઈને તેજ થયેલી કવાયત વચ્ચે આજે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના વિધાયકોની સાથે પોતાના નિવાસસ્થાન માતોશ્રી પર મીટિંગ કરી. જેમાં તેમણે વિધાયકોને જણાવ્યું કે કેમ તેઓ કોંગ્રેસ(Congress)-એનસીપી(NCP)નો સાથ લઈને સરકાર બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે એનસીપી-કોંગ્રેસ(NCP-Congress) સાથે મળીને સરકાર બનાવવાની નોબત ભાજપના કારણે આવી પડી. ભાજપે બાળાસાહેબ ઠાકરેને આપેલુ વચન તોડ્યું અને ફરીથી ચૂંટણી ન કરાવવી પડે આથી અમે એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો. 

મીટિંગની અંદર શું વાત થઈ તે અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે....આવો જાણીએ.
- મીટિંગમાં તમામ ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે પાસે માગણી કરી કે તેઓ જ મુખ્યમંત્રી બને.
- ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે બાળાસાહેબને વચન આપ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી પદે એક શિવસૈનિકને બેસાડશે. આ ખુરશી તેમણે પોતાના માટે માંગી નથી. 
- આવામાં વિધાયકોએ એક સૂરમાં કહ્યું કે જનતા વચ્ચેથી જે ચૂંટાઈને આવ્યા એવા નેતા મુખ્યમંત્રી પદ પર હોવા જોઈએ. આ નિર્ણય ઉદ્ધવ ઠાકરે પર છોડી દેવાયો છે. મુખ્યમંત્રી પદ માટે શિવસેના વિધાયક એકનાથ શિંદેના નામ પર મોટાભાગના લોકોએ સહમતિ જતાવી છે. એટલે કે શિવસેના તરફથી મુખ્યમંત્રી પદ માટે એકનાથ શિંદેનું નામ આગળ છે. પરંતુ વિધાયકોએ નિર્ણય લેવાનો પૂરેપૂરો અધિકાર ઉદ્ધવ ઠાકરેને આપ્યો છે. 
-શિવસેના વિધાયકોને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપે અમને દગો કર્યો. અમને NDAમાંથી બહાર કાઢ્યા. 

જુઓ LIVE TV

- તેમણે કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિવાળી સમયે 50-50 ફોર્મ્યુલા પર ખોટું કહ્યું છે. ભાજપ બીજા રાજ્યમાં એટલે કે કાશ્મીરમાં પીડીપી અને કેટલાક રાજ્યોમાં વિપરિત વિચારધારાવાળા સાથે સરકાર બનાવી શકે છે. મુખ્યમંત્રી પદ માટે સમાધાન કરી શકે છે પરંતુ અમારી સાથે આમ કરી શકતા નથી. 
- તેમણે એમ પણ કહ્યું કે ગઠબંધન તૂટ્યો તો તેને રોકવા માટે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ પહેલ કરી નથી. આપણને એનડીએમાંથી બહાર કાઢ્યાં. આથી શિવસેનાએ આ નિર્ણય લેવા માટે મજબુર થવું પડ્યું. 
- તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે  પરંતુ કોણ મુખ્યમંત્રી બનશે તે વાત હજુ ક્લિયર થઈ નથી. 
શિવસેનાના ધારાસભ્ય સુનીલ પ્રભુએ કહ્યું કે તમામ વિધાયકો ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. ઉદ્ધવ ઠાકરે ન બને તો એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, સંજય રાઉત આ ત્રણ નામોની ચર્ચા છે. પરંતુ સૌથી આગળ એકનાથ શિંદનું નામ રેસમાં છે. જો કે તમામ વિધાયકોએ કહ્યું કે મુખ્યમંત્રી પદના નામોની ચર્ચા પર વિધાયક વાત ન કરે. આ સાથે જ બધાએ એક સ્વરમાં ઉદ્ધવ ઠાકરેના નિર્ણયને અંતિમ નિર્ણય માનવાની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news