મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્ષણે ક્ષણે સમીકરણ બદલાઈ રહ્યા છે. હવે આ દરમિયાન 48 કલાક ખુબ જ મહત્વના થઈ ગયા છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે અને જણાવ્યું છે કે તેની પાસે પ્લાન-B તૈયાર છે. આ દરમિયાન ભાજપ તરફથી શિવસેના સાથેનો સંવાદ બિલકૂલ બંધ છે. પ્લાન-B અંતર્ગત શિવસેના અને એનસીપી ભેગામળીને સરકાર બનાવી શકે છે અને કોંગ્રેસનો બહારથી ટેકો લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને 145 ધારાસભ્યોના બહુમતનો અપેક્ષિત આંકડો પણ સરળતાથી પાર થઈ જશે. શિવસેનાના એક મોટા નેતાનો દાવો છે કે, હવે પ્લાન-B અમારો પ્લાન-A બની ગયો છે. બધાની સાથે અમારી વાટાઘાટો થઈ ચૂકી છે. 


શિવસેનાનો અફસોસ
શિવસેનાને એ વાતનો અફસોસ છે કે અત્યાર સુધી ઔપચારિક રીતે ભાજપ સાથે સરકારની રચના અંગે વાટાઘાટો થઈ નથી. સૂત્રો અનુસાર મુખ્યમંત્રી પદની વહેંચણીની સાથે-સાથે શિવસેના એ વાતથી પણ નારાજ છે કે, અત્યાર સુધી ભાજપના એક પણ મોટા નેતાનો આદિત્ય ઠાકરેને અભિનંદન આપવા માટે ફોન સુધ્ધાં આવ્યો નથી. 


મહારાષ્ટ્ર: એકલા હાથે સરકાર બનાવવાનો દાવો રજુ નહીં કરે ભાજપ, કોર કમિટીની બેઠક


મુખ્યમંત્રીએ પરિણામના દિવસે માત્ર પત્રકાર પરિષદમાં સમયના ફેરફાર અંગે વાત કરી હતી. શિવસેનાને આશા હતી કે ઠાકરે પરિવારનો પ્રથમ વ્યક્તિ ચૂંટણી જીત્યા પછી ગઠબંધનના નેતાઓ અભિનંદન આપશે, પરંતુ આવું થયું નથી. શિવસેનાને એ વાતનો પણ અફસોસ છે કે જ્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહનું નોમિનેશન ફોર્મ ભરવાનું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે જાતે તેમની સાથે ગયા હતા. 


સૂત્રો અનુસાર ભાજપે આવો વ્યવહાર કર્યો હતો તો બીજી તરફ પવાર પરિવાર તરફથી આદિત્યને વિજયના અભિનંદન આપવામાં આવ્યા હતા.  


મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં NCPને તો કોઈ સમસ્યા નથી, પણ કોંગ્રેસ દુવિધામાં


ભાજપ એકલા દાવો નહીં કરે
આ બાજુ સુત્રો અુસાર ભાજપ લઘુમતીમાં એકલા સરકાર બનાવાનો દાવો રજુ નહીં કરે. ભાજપના સૂત્રો અનુસાર શવિસેના દ્વારા ટેકો આપવાની સ્થિતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી ભાજપ જાતે દાવો રજુ નહીં કરે. મહારાષ્ટ્ર ભાજપને શિવસેનાના પગલાં પર નજર રાખવા અને વેઈન્ટ એન્ડ વોચની રણનીતિ અપનાવવા માટે હાઈકમાન્ડ તરફથી સુચના અપાઈ છે. 


ઉદ્ધવના ખાસ ગણાતા નેતાએ RSSને લખ્યો પત્ર, ગડકરીને મધ્યસ્થ બનાવવાની કરી માગણી


ઉલ્લેખનીય છે કે, આજે સવારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. ટોપ પ્રાયોરિટીવાળા આ પત્રમાં તિવારીએ સંઘ પ્રમુખને આગ્રહ કર્યો છે કે તેઓ સરકાર બનાવવાને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે મધ્યસ્થતા કરાવે. જેથી કરીને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદનો સહમતિથી ઉકેલ આવી શકે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....