મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો. આજે સવારે 6 ગાડીઓ ખુબ જ ખરાબ રીતે પરસ્પર ટકરાઈ. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે જ્યાં સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ અકસ્માત મહારાષ્ટ્રના ખોપોલના બોર ઘાટ પાસે થયો. અકસ્માતની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા. આ ઉપરાંત મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. તેમના પરિજનોના સંપર્ક કરવાની કોશિશ થઈ રહી છે. 3 કાર, એક પ્રાઈવેટ બસ,એક ટેમ્પો અને એક ટ્રેલર આ અકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત થયા. 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. 


કાર સેન્ડવિચ બની ગઈ
અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતો રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો. જેના પગલે રસ્તા પર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મૃતકોમાં સામેલ ત્રણેય લોકો કારમાં સવાર હતા. રિપોર્ટ્સ મુજબ રસ્તા કિનારે ઊભેલી મરઘીઓથી ભરેલી ટ્રકમાં સૌથી પહેલા એક કાર ટકરાઈ. ત્યારબાદ પાછળથી પૂરપાટ ઝડપે આવતું ટ્રેલર કારમાં ઘૂસ્યું. તેના કારણે કાર ટ્રેલર અને ટ્રક વચ્ચે સેન્ડવિચ થઈ ગઈ અને ફૂરચા ઉડી ગયા. કારમાં સવાર લોકો આ અકસ્માતમાં મોતને ભેટ્યા. મૃતદેહો એટલી ખરાબ રીતે ફસાયા હતા કે તેને કાઢવા માટે કારને કાપકૂપ કરવી પડી. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube