મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટની કેન્દ્ર, CM અને Dy.CMને નોટીસ, આવતીકાલે ફરી થશે સુનાવણી
મહારાષ્ટ્રમાં દેવેંન્દ્ર ફડણવીસ સરકાર વિરૂદ્ધ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે કેંદ્વ, મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમને નોટીસ જાહેર કરી દીધી. હવે આ મામલે સોમવારે સવારે 10:30 વાગે સુનાવણી થશે. કોર્ટે આજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના વકીલો દ્વારા જે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગને નકારી કાઢી.
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં દેવેંન્દ્ર ફડણવીસ સરકાર વિરૂદ્ધ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર, મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમને નોટીસ જાહેર કરી દીધી. હવે આ મામલે સોમવારે સવારે 10:30 વાગે સુનાવણી થશે. કોર્ટે આજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના વકીલો દ્વારા જે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગને નકારી કાઢી. કોર્ટે કહ્યું કે સોમવારે આ મામેલ ગર્વનર (કેન્દ્ર) સીએમ અને ડેપ્યુટી સીએમ રાજ્યપાલને સોંપવામાં આવેલા દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યા.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની કોર્ટમાં સુનાવણી માટે અરજીકર્તા એનસીપી દ્વારા અભિષેક મનુ સિંઘવી અને શિવસેના દ્વારા કપિલ સિબ્બલ કોર્ટમાં રજૂ થયા છે. તો બીજી તરફ કેંદ્વ સરકાર તરફથી એડિ. સોલિસીટર જનરલ તુષાર મહેતા રજૂ થયા. તો બીજી તરફ ભાજપના ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી કોર્ટમાં રજૂ થયા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણ અને રણદીપ સુરજેવાલ હાજર રહ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube