મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે સરકારની રચના અંગે ખેંચતાણ ચાલુ છે અને તેના કારણે નવી સરકારની રચના થઈ શકી નથી. શિવસેના એક બાજુ ભાજપને ચેતવણી પણ આપે છે અને બીજી તરફ વાટાઘાટોનો રસ્તો પણ બંધ કરવા માગતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પોતાના ગઠબંધનની પ્રતિબદ્ધતાઓને ભાજપની સાથે 'અંતિમ ક્ષણ સુધી' સન્માન આપશે. ત્યાર પછી 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ છોડી દેવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શુક્રવારે જણાવ્યું હતું કે, જો મહારાષ્ટ્રમાં 7 નવેમ્બર સુધી સરકાર નહીં બને તો આવી સ્થિતિમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. 


તેમના આ નિવેદન અંગે શિવસેનાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતી દેશના બંધારણીય પ્રમુખ છે અને ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના કાર્યલનો દુરૂપયોગ કરવાનો કોઈ પણ પ્રયાસ 'દેશ માટે ખતરો' છે. સંજય રાઉતે આ અંગે કહ્યું કે, રાજકીય સંકટમાં રાષ્ટ્રપતિ કાર્યલયને આ પ્રકારે ઘસડી જવું 'અનુચિત અને ખોટું' છે.


સંજય રાઉતે કહ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ દેશના બંધારણિય પ્રમુખ છે... તે કોઈના ખિસ્સામાં નથી. આ પ્રકારની ધમકી આપવી જનતાના જનાદેશનું અપમાન છે.'


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....