Maharashtra politics: મહારાષ્ટ્રના રાજકારણાં થશે મોટો ફેરફાર! BJP નેતાને મળ્યા CM અને DyCM
Maharashtra politics: મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના સમર્થનમાં શિંદે સરકાર બનાવ્યા બાદ હવે મંત્રીમંડળ વિસ્તારની યોજના બની રહી છે. આ મામલે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કેટલાક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી છે.
Maharashtra politics: મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બન્યા બાદ ફરી એકવાર મંત્રીમંડળને લઇને રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યા બાદ પહેલીવાર રાજધાની દિલ્હી પહોંચ્યા એકનાથ શિંદેએ ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન રાજ્યના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે હાજર હતા. મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ રચવાને લઇને આ મુલાકાતોને મહત્વની માનવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિંદે અને ફડણવીસ શનિવાર સાંજે પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે.
રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રપતિ ભવન જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ ઔપચારિક મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં મુલાકાતની તસવીરો શેર કરતા લખવામાં આવ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી.
દેશમાં નથી ઘટી રહી કોરોનાની રફતાર, એક્ટિવ કેસ સવા લાખને પાર
મહારાષ્ટ્રની હાલની સ્થિતિ પર ચર્ચા
શિંદે અને ફડણવીસે શનિવારના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંને નેતાઓ સાથે મુલાકાત દરમિયાન રાજ્યમાં હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ. શિંદેએ મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ રચવા માટે તેમના જૂથની માંગથી ભાજપ અધ્યક્ષ જેપી નેડ્ડાને જણાવી.
મંત્રીમંડળ રચના અને વિભાગોની વહેંચણી પર ચર્ચા
આ પહેલા શુક્રવાર રાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી શિંદે અને ફડણવીસે રાજ્યની રાજકીય પરિસ્થિતને ધ્યાનમાં રાખી ભવિષ્યની રણનીતિને જોતા રાજ્યમાં મંત્રીમંડળ રચના અને વિભાગોની વહેંચણી પર વિગતવાર ચર્ચા કરી હતી.
અમરનાથ જળપ્રલયમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત, 40 થી વધારે ગુમ; રેસ્ક્યુ કામ ચાલુ
બીજેપના સમર્થનથી બની સરકાર
તમામ રાજકીય અટકળોને ફગાવી ભાજપના સમર્થનમાં એકનાથ શિંદેએ 30 જૂનના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ભાજપ હાઈકમાન્ડના નિર્દેશ પર દેવેન્દ્ર ફડણવીસે પણ તે દિવસે ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી. વિધાનસભામાં વિશ્વાસ મત મેળવ્યા બાદ સૌથી મોટો પડકાર મંત્રીમંડળનો વિસ્તાર કરી વિભાગો વહેંચણી કરવાનો છે.
ઘણા ફોર્મ્યુલા પર થઈ ચર્ચા
મહારાષ્ટ્રમાં શિંદે જૂથ અને ભાજપ નેતાઓની ચર્ચા દરમિયાન ઘણા ફોર્મ્યુલા પર ચર્ચા થઈ. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદેએ શાહ અને નડ્ડા સાથે મુલાકાત દરમિયાન મંત્રીઓની સંખ્યા અને વિભાગોની વહેંચણીને લઇને ચર્ચા કરી છે. ધારાસભ્યોની સંખ્યાના આધાર પર મોટી પાર્ટી હોવા છતાં ભવિષ્યની રણનીતિને ધ્યાનમાં રાખી ભાજપ હાઈકમાન્ડે શિવસેનાને સત્તાથી બહાર કરી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ ધારાસભ્યોની સંખ્યાના આધાર પર એક ફોર્મ્યુલા બનાવી ભાજપ મંત્રીમંડળની રચના કરવા ઇચ્છે છે.
તારક મહેતા શોના ફેન્સ માટે ખુશખબરી, હવે આ એક્ટ્રેસ બનશે દયાબેન
ત્યારે એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે સરકારનો સાથ છોડનાર તમામ 8 મંત્રીઓ સાથે-સાથે 4-5 વધુ મહત્વપૂર્ણ ધારાસભ્યને તેમના કોટામાંથી મંત્રી બનાવવા ઇચ્છે છે. શિવસેના પર કબજો મેળવવાના ઉદેશ્યથી શિંદે મહત્વપૂર્ણ મંત્રાલય પણ તેમના કોટમાં રાખવા માંગે છે.
(ઇનપુટ- આઇએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube