ઝી મીડિયા/બ્યૂરો :coronavirus ની મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ભારત પણ હવે તેની સંકટથી દૂર નથી. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણથી 200થી વધુ લોકો પીડાઈ રહ્યાં છે અને દેશમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. જયપુરની હોસ્પિટલમાં આજે ઈટાલિયન નાગરિકે દમ તોડ્યો છે. લખનઉમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. ત્યારે હાલના સૌથી મોટા અપડેટ એ છે કે, મહારાષ્ટ્ર (Maharastra) ના ચાર શહેરો લોકડાઉન કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેતા કરી કે, પૂણે, મુંબઈ, પિંપરી અને ચિંચવાડની તમામ દુકાનો બંધ કરી દેવાઈ છે. બેંક સેવાઓ માત્ર ખુલ્લી રહેશે. મેડિકલ સેવાઓ પણ મળતી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking : ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યમંત્રી કમલનાથે કરી રાજીનામાની જાહેરાત


કોરોના વાયરસના ખતરાને જોતા મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર, પૂણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં જરૂરી સામાનની દુકાનો છોડીને તમામ બાબતો બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કહ્યું કે, સરકારી ઓફિસોમાં માત્ર 25 ટકા કર્મચારીઓ જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ત્રણ વધુ કેસ પોઝીટિવ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 52 પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. 


ભારતમાં કોરોનાથી પાંચમું મોત, ઈટલીથી રાજસ્થાન આવેલા મુસાફરને કોરોના ભરખી ગયો


તેમાં મુંબઈ, પૂણે અને પિંપરી-ચિંચવડના એક-એક દર્દી સામેલ છે. જેઓ હાલમાં જ વિદેશ મુસાફરી કરીને પરત આવ્યા હતા. રાજેશ ટોપેએ લોકોને પોતાના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. કેમ કે, કોવિડ-19ના પ્રસારને રોકવા માટે અલગ-થલગ રહેવુ બહુ જ જરૂરી છે. 


સ્વાસ્થય મંત્રીએ એમ પણ જણાવ્યું કે, સારવાર લઈ રહેલા પાંચ લોકોની હાલત હાલ સુધારા પર છે. તેઓને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. કોવિડ-19થી મંગળવારે મુંબઈના કસ્તૂરબા હોસ્પિટલમાં એક 63 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. જોકે, કોરોના સંક્રમિત તેમની પત્ની અને દીકરાની હજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...