ભારતમાં કોરોનાથી પાંચમું મોત, ઈટલીથી રાજસ્થાન આવેલા મુસાફરને કોરોના ભરખી ગયો
મહામારીના ખતરા સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ત્યારે કોરોના વાયરસ (corona virus) ના ઝપેટમાં આવીને ઈટલીથી આવેલ એક મુસાફરનું જયપુરમાં મોત નિપજ્યું છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલે માહિતી આપતા કહ્યું કે, 69 વર્ષીય મુસાફરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત હતો. આમ, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા શુક્રવારે 200 પર પહોંચી ગઈ છે. આજે ગુજરાતમાં પણ કોરોના વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટિવ દર્દીઓનો આંકડો 5 પર પહોંચી ગયો છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :મહામારીના ખતરા સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ત્યારે કોરોના વાયરસ (corona virus) ના ઝપેટમાં આવીને ઈટલીથી આવેલ એક મુસાફરનું જયપુરમાં મોત નિપજ્યું છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલે માહિતી આપતા કહ્યું કે, 69 વર્ષીય મુસાફરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત હતો. આમ, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા શુક્રવારે 200 પર પહોંચી ગઈ છે. આજે ગુજરાતમાં પણ કોરોના વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટિવ દર્દીઓનો આંકડો 5 પર પહોંચી ગયો છે.
રાજસ્થાનમાં પહેલો કોરોના વાયરસ પોઝીટિવ મળેલ ઈટલીના 69 વર્ષીય મુસાફરનું મોત નિપજ્યું છે. એન્ડ્રી કાર્લી નામના આ શખ્સ રાજસ્થાનની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેના બાદ SMS હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ શરૂ કરાઈ હતી. એન્ડ્રી કાર્લીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સાજા થયા બાદ ઈટલી દૂતાવાસના આગ્રહ પર તેમને ખાનગી હોસ્પિટલ ફોર્ટિસમાં મોકલવામાં આવ્યા હતા. કોરોનાથી ભલે તે સારા થઈ ગયા હતા, પરંતુ તેમની ઈમ્યુન સિસ્ટમ નબળી પડી ગઈ હતી. અહી એન્ડ્રીને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આ્વયા હતા. પરંતુ હાર્ટ એટેકથી એન્ડ્રીનું મોત નિપજ્યું છે. જોકે, હાલ સમગ્ર મામલાની અધિકારિક રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
કોરોનાની આ દવાને લઈને ચીને કર્યો મોટો દાવો
#Coronavirus: The Government of India has set up WhatsApp MyGov Corona Helpdesk. pic.twitter.com/TphoMgvinw
— ANI (@ANI) March 20, 2020
ભારતમાં કોરોના વાયરસનો આંકડો 200 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર, 20 લોકો સાજા થઈને હોસ્પિટલથી જઈ ચૂક્યા છે. પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોરોના વાયરસથી એક-એક વ્યક્તિના મોત નોંધાયા છે. અત્યાર સુધી ભારતના 20 રાજ્યોમાં આ વાયરસ પહોંચી ચૂક્યો છે. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાની સંખ્યા સૌથી વધુ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં હાલ 49 ભારતીય અને 3 વિદેશી દર્દી છે. આ રાજ્યમાં અત્યાર સુધી કોઈ પણ દર્દી સાજો થયો નથી. મંત્રાલયે માહિતી આપી કે, અત્યાર સુધી 14,31,734 મુસાફરોની એરપોર્ટસ પર તપાસ કરાઈ છે.
Indian Council of Medical Research: A total of 206 individuals have been confirmed positive among suspected cases and contacts of known positive cases. A total of 14,376 samples from 13,486 individuals have tested
for COVID19 as on 20th March, 10am. pic.twitter.com/6trmzgNQDc
— ANI (@ANI) March 20, 2020
ઉલ્લેખનીય છે કે, લખનઉમાં કોરોના વાયરસના ચાર નવા કેસ સામે આવ્યા છે. જેને જોતા ગુરુવારે દેશને નામ સંબોધનમાં પીએમ મોદીએ દેશવાસીઓને 22 મર્ચના રોજ જનતા કરફ્યૂનું આહવાન કર્યું છે. રાજ્યવાર કોરોના વાયરસના આંકડા પર નજર કરીએ તો, આંધ્રપ્રદેશમાં 3, દિલ્હીમાં 12, હરિયાણામાં 17, કર્ણાટકમાં 15, કેરળમાં 28, મહારાષ્ટ્રમાં 49, પંજાબમાં 1, રાજસ્થાનમાં 9, તમિલનાડુમાં 3, તેલંગાનામાં 16, જમ્મુ-કાશ્મીરમાં 4, લદ્દાખમાં 8, ઉત્તર પ્રદેશમાં 23, ઉત્તરાખંડમાં 3, ઓડિશામાં 2, ગુરજાતમાં 5, પશ્ચિમ બંગાળમાં 2, ચંદીગઢમાં 1, પોડિંચેરીમાં 1 અને છત્તીસગઢમાં એક દર્દી સામે આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે