મુંબઇ:  મહારાષ્ટ્ર (Maharashtra)  ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે કોલોનીના આંદોલનકારીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. ઓક્ટોબરમાં મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ ( aarey metro car shed) માટે જે ઝાડ કાપવામાં આવી રહ્યાં હતાં તેને બચાવવા માટે ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન પર્યાવરણ કાર્યકરો વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: ફડણવીસે સત્તામાં વાપસીનો આપ્યો સંકેત, કહ્યું- 'દરિયો છું પાછો જરૂર આવીશ'


જેને લઈને શપથવિધિના 24 કલાકની અંદર જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  (uddhav thackeray) એ કહ્યું હતું કે "મેં આજે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટના કામને રોકવાનો આદેશ આપ્યો છે. મેટ્રોનં કામ અટકશે નહીં પરંતુ આગામી આદેશ સુધી આરેનું એક પણ પાંદડું કપાશે નહીં. ઠાકરેએ કહ્યું હતું કે હું પહેલો મુખ્યમંત્રી છું જે મુંબઈમાં પેદા થયો અને મારા મગજમાં ચાલી રહ્યું છે કે શહેર માટે હું શું કરી શકું છું."


Maharashtra: ભાજપમાં બળવાના સંકેત, પંકજા મુંડેએ કહ્યું, '8-10 દિવસમાં મોટો નિર્ણય લઈશ'


દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર મુંબઇમાં ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે ગંભીર નથી. તેનાથી મુંબઈવાસીઓને જ નુકસાન થશે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube