close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઉદ્ધવ ઠાકરે

શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથી- અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે, "ચૂંટણી પહેલા વડાપ્રધાન અને મેં અનેક વખત જાહેરમાં નિવેદન આપ્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. એ સમયે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો. હવે તેઓ નવી માગણી સાથે અમારી સામે આવ્યા છે, જેનો સ્વીકાર કરી શકાય એમ નથી."

Nov 13, 2019, 07:26 PM IST
BIG News 12 Nov 2019 PT24M19S

દિવસભરના સૌથી મોટા સમાચાર જુઓ એક જ ક્લિકમાં, BIG NEWS

દિવસભરના સૌથી મોટા સમાચાર જુઓ એક જ ક્લિકમાં, BIG NEWS

Nov 12, 2019, 11:00 PM IST

અમને ટેકો મેળવવા માટે ઓછો સમય મળ્યો, રાષ્ટ્રપતિ શાસનથી ડરવાની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા એવી સંભાવના હતી કે ભાજપની 200-220 સીટો આવશે. એવી સ્થિતિમાં ભાજપના લોકો અમને મળવા આવ્યા હતા. અમે અંધારામાં તીર લગાવીને તેમનો સાથ આપ્યો હતો.

Nov 12, 2019, 09:04 PM IST

મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ શિવસેના પહોંચી સુપ્રીમ કોર્ટ

અરજીમાં આરોપ લગાવાયો છે કે, રાજ્યપાલ ભાજપના ઈશારા પર કામ કરી રહ્યા છે. તેમને સરકારની રચના માટે પુરતો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જેની સામે શિવસેનાને એનસીપી અને કોંગ્રેસનો ટેકો મેળવવા માટે માત્ર 24 કલાકનો સમય મળ્યો હતો.

Nov 12, 2019, 04:17 PM IST

Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી

Maharashtra News Live Update: મહારાષ્ટ્રમાં ડગલે ને પગલે રાજકીય ઘટનાક્રમમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. આ બધા વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્ર પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી દીધી છે. રાજભવન દ્વારા આ ખબરને સમર્થન આપતી એક પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી. રાજભવન દ્વારા કહેવાયું કે મહારાષ્ટ્રમાં બંધારણ મુજબ સરકાર ચાલી શકે તેમ નથી આથી રાજ્યપાલે રિપોર્ટમાં રાજ્યમાં કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) લાગુ કરવાની ભલામણ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. આ બધા વચ્ચે શિવસેના રાષ્ટ્રપતિ શાસનની ભલામણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

Nov 12, 2019, 04:02 PM IST

મહારાષ્ટ્ર: NCPનો દાવો, રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી નથી, અમારી પાસે હજુ પણ સમય

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એમાં પણ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી છે. ત્યારપછી તો રાજકીય ગરમાવો વધી ગયો છે.

Nov 12, 2019, 03:01 PM IST

ગઠબંધન સરકાર માટે કોંગ્રેસે મૂકી એવી શરતો, જાણીને શિવસેનાને લાગશે મોટો આંચકો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં થઈ. જેમાં મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

Nov 12, 2019, 01:32 PM IST

મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું વધુ ગૂંચવાયું, NCPએ કહ્યું- આટલા ઓછા સમયમાં સમર્થનપત્ર ન આપી શકીએ

અજીત પવારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યપાલે તમામ વિધાયકોના નામ, તેમનું ક્ષેત્ર અને તેમના હસ્તાક્ષર માંગ્યા છે. જે આટલા ઓછા સમયમાં શક્ય નથી. રાજ્યપાલને આટલા ઓછા સમયમાં સમર્થન પત્ર સોંપવો મુશ્કેલ છે. આવામાં બહુમત મેળવ્યા બાદ જ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. 

Nov 12, 2019, 12:12 PM IST

આ કારણસર મહારાષ્ટ્રમાં લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન, જાણો મહત્વની વાતો...

મહારાષ્ટ્રમાં સરકાર (Maharashtra) બનાવવાને લઈને રાજકીય કવાયત ચાલી રહી છે. રાજકીય સમીકરણો મુજબ શિવસેના (Shivsena)ને સમર્થન આપવાના મુદ્દે આજે કોંગ્રેસ (Congress) કોર ગ્રુપની સવારે 10 વાગે દિલ્હીમાં એક બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના ત્રણ સીનિયર નેતાઓ અહેમદ પટેલ, મલ્લિકાર્જૂન ખડગે અને કેકે વેણુગોપાલ આજે મુંબઈ જઈને એનસીપી નેતા શરદ પવાર સાથે મુલાકાત કરશે અને આ સરકારમાં કોંગ્રેસ અને એનસીપીની શું ભૂમિકા હશે તે અંગે તેઓ છેલ્લો નિર્ણય લેશે. 

Nov 12, 2019, 09:40 AM IST

મહારાષ્ટ્રમાં સત્તાથી દૂર રહેવાનો દાવ ભાજપ માટે 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થશે? ક્લિક કરીને જાણો

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. જે ગઠબંધનને સરકાર બનાવવા માટે જનમત મળ્યો તે ચૂંટણીના પરિણામો બાદ છૂટા પડી ગયાં. રાજ્યમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આમંત્રણ બાદ પણ ભાજપે સરકાર બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે દરેકને એ વિચાર આવે તે સ્વાભાવિક છે કે આખરે ભાજપે આ રીતે ના કેમ પાડી દીધી?

Nov 12, 2019, 09:20 AM IST

'ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ધવ ક્લિન બોલ્ડ?

છેલ્લા 24 કલાકની અંદર મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક રંગ જોવા મળ્યાં છે. આ રાજકારણના ખેલમાં કેન્દ્રમાં શિવસેના રહી. પરંતુ છેલ્લે તે હારી. આ સમગ્ર રાજનીતિક પરિદ્રષ્ટની સરખામણી મેચ સાથે કરીએ તો શિવસેનાએ આખો દિવસ શાનદાર બેટિંગ કરી પરંતુ જ્યારે મેચ જીતવાનો સમય આવ્યો તો કોંગ્રેસની ગુગલી પર ક્લિન બોલ્ડ થઈ ગઈ.

Nov 12, 2019, 08:00 AM IST
Soniya Gandhi Called Shivsenas Udhhav Thakrey On Maharashtra Issue PT4M46S

સરકાર બનવવા અંગે સોનિયા ગાંધી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થઇ ટેલિફોન વાતચીત

સરકાર બનવવા અંગે સોનિયા ગાંધી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થઇ ટેલિફોન વાતચીત, જુઓ વીડિયો

Nov 11, 2019, 08:35 PM IST

LIVE : મહારાષ્ટ્રઃ શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ 161 ધારાસભ્યોના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો

શિવસેનાના 56 ધારાસભ્ય અને એનસીપીના 54 ધારાસભ્યો સાથે શિવસેનાને 7 અપક્ષોનો ટેકો હોવાનો દાવો છે. આ ગણતરી સાથે પણ 117નો આંકડો થાય છે. હવે તેમને કોંગ્રેસના 44 ધારાસભ્યોનો ટેકો મળ્યો છે તો આ આંકડો કુલ 161 ધારાસભ્યનો થાય છે. આ રીતે. બહુમતિ માટે જરૂરી 145નો આંકડો સરળતાથી પુરો થઈ જશે. 

Nov 11, 2019, 06:10 PM IST

ઉલટી ગંગાઃ અત્યાર સુધી નેતાઓ 'માતોશ્રી' જતા હતા, હવે ઉદ્ધવ સત્તા માટે પવારને મળવા પહોંચ્યા

ભાજપ-શિવસેના ગઠબંધન તુટી જવાની સાથે જ સત્તા માટે નવો સાથીદાર શોધવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને 'માતોશ્રી'ની બહાર નિકળવું પડ્યું છે. રાજ્યમાં સરકારની રચના બનાવવા માટે ઉદ્ધવ આજે હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં એનસીપીના નેતા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા.

Nov 11, 2019, 03:43 PM IST

મહારાષ્ટ્ર: NCPએ બધું કોંગ્રેસ પર છોડ્યું, ચોથા નંબરની પાર્ટી સરકાર બનાવવા અંગે લેશે નિર્ણય!

શરદ પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજી હતી. જેમાં નક્કી કરાયું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસના નિર્ણય  બાદ એનસીપી પોતાના પત્તા ખોલશે. કોંગ્રેસના ટોચના નેતૃત્વની મહારાષ્ટ્ર પ્રદેશ શાખાની સાથે સાંજે 4 વાગે મહત્વની બેઠક થશે. 

Nov 11, 2019, 01:45 PM IST

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું, 'વહેલી ચૂંટણી માટે તૈયાર રહો, મહારાષ્ટ્રમાં 2020માં યોજાશે ચૂંટણી'

સંજય નિરૂપમે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્યમાં ભલે ગમે તેની સરકાર બને પરંતુ તે વધુ દિવસ સુધી ચાલશે નહીં. 

Nov 11, 2019, 11:37 AM IST

BJP વિપક્ષમાં બેસવા તૈયાર પરંતુ 50-50નું વચન નિભાવવા તૈયાર નથી: શિવસેના

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે આજે શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યું કે ભાજપ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે પરંતુ 50-50 પર પોતાનું વચન નિભાવવા માંગતો નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના રાજનીતિક હાલાત માટે અમે નહીં પરંતુ ભાજપ જવાબદાર છે. 

Nov 11, 2019, 10:38 AM IST

મહારાષ્ટ્ર LIVE: શિવસેના 161 MLA સાથે બનાવશે સરકાર, એનસીપી અને કોંગ્રેસનું મળ્યું સમર્થન

મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને  લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. 

Nov 11, 2019, 10:16 AM IST

સાવંતનું રાજીનામું, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેનું કહેવું છે કે મહારાષ્ટ્રની જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે અને આ જ અમારો નિર્ણય છે.

Nov 11, 2019, 09:32 AM IST

અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે શિવસેના

ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે.

Nov 11, 2019, 08:21 AM IST