Mahashivratri 2022: ફાગણ કૃષ્ણ ચતુર્દશીના રોજ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 1 માર્ચ, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. આ દિવસે ભોળાનાથના ભક્તો શ્રધ્ધા અને આસ્થા સાથે ઉપવાસ રાખે છે. આ સાથે તેઓ ભગવાન શિવની પૂજા નિયમ પ્રમાણે કરે છે. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા કરવાથી અનંત ગણું વધારે ફળ મળે છે. ભક્તો વિવિધ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શિવની પૂજા કરે છે. જો તમે પણ ઈચ્છિત નોકરીની ઈચ્છા રાખો છો તો મહાશિવરાત્રિ પર કેટલાક ઉપાયો ફાયદાકારક સાબિત થશે. આવો જાણીએ મહાશિવરાત્રિ પર મનવાંછિત નોકરી માટે કયા ઉપાય કરવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરી-ધંધામાં સફળતા મેળવવા માટે
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ચાંદીના લોટા અથવા ઘડાથી અભિષેક કરો. શિવલિંગ પર અભિષેક કરતી વખતે 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતા રહો. શિવ પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ કરો. આ કર્યા પછી શિવને પ્રણામ કરતી વખતે તેમની પાસે વ્યવસાય અથવા નોકરીમાં સફળતા માટે પ્રાર્થના કરો.


ધન પ્રાપ્તિ માટે
મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવને પંચામૃતથી અભિષેક કરો. શિવલિંગ પર પંચામૃતની સામગ્રી એક-એક કરીને ચઢાવો. છેલ્લે શિવલિંગ પર જળથી અભિષેક કરો. શિવને જળ અર્પિત કર્યા પછી 'ઓમ નમઃ પાર્વતીપતયે' આ મંત્રનો 108 વાર જાપ કરો. આ કર્યા પછી ધન પ્રાપ્તિ અને આવકમાં વૃદ્ધિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરો.


સારા સ્વાસ્થ્ય માટે
મહાશિવરાત્રિના દિવસે સવારની પૂજા ઉપરાંત સાંજે માટીના દીવામાં શુદ્ધ ગાયનું ઘી ભરીને થોડી માત્રામાં કપૂર નાખો. આ પછી રૂની 4 વાટ બનાવી પ્રગટાવો. આ સિવાય પાણીમાં દૂધ, સાકર, અક્ષત મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો. આ કરતી વખતે 108 વાર 'ઓમ નમઃ શિવાય' નો જાપ કરો. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થશે.


લગ્ન માટે
જો લગ્નજીવનમાં કોઈ પ્રકારનો અવરોધ હોય અથવા શ્રેષ્ઠ જીવનસાથીની ઈચ્છા હોય તો મહાશિવરાત્રીના શુભ અવસર પર સાંજે પીળા વસ્ત્રો પહેરીને શિવ મંદિરમાં જવું. આ પછી તમારી ઉંમરના બરાબર બિલીપત્ર લો. બધા બિલીપત્ર પર પીળું ચંદન લગાવો અને ભગવાન શિવને અર્પણ કરો. દરેક બિલીપત્ર ચઢાવતી વખતે 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતા રહો. આ કર્યા પછી ધૂપથી શિવની પૂજા કરો અને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરો. આમ કરવાથી મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube