મુંબઇ : મહારાષ્ટ્રનાં ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલ મંત્રી પીયુષ ગોયલને પત્ર લખ્યો છે. પોતાનાં આ પત્રમાં તેમણે લોકડાઉન ખથમ થયા બાદ પ્રવાસી મજુરો માટે પુણેથી સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની વાત લખી છે. જેમાં આ મજુરો પોતપોતાનાં ગૃહનગર જઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લગાવાયેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન 3 મેનાં રોજ પુર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સમય બાદ જો રેલ સેવા ચાલુ થાય છે તો પ્રવાસી મજુરોને તેનાં ઘરે મોકલવા માટે કેન્દ્ર સરકારે કોઇ વિશેષ યોજના તૈયાર કરવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરના અંગો પર કેવી રીતે એટેક કરે છે કોરોના?..અને ધીરે ધીરે થાય છે માણસનું મૃત્યુ

ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યા બાદથી ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત દેશાં અલગ અળગ રાજ્યોમાં મજુરો મહારાષ્ટ્રનાં અલગ અલગ હિસ્સાઓમાં ફસાયેલા છે. રાજ્ય સરકારે તેમના માટે શિબિરોની વ્યવસ્થા કરી છે અને તેમને આવાસ, ભોજન અને સ્વાસ્થયની સંભાળ પણ રાખવામાં આવી રહી છે. 


મોટા ષડયંત્રનો પર્દાફાશ: ગલ્ફ દેશોમાં ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે ISI, અનેક ફેક એકાઉન્ટ બનાવ્યાં

હાલ રાજ્ય સરકારની શિબિરોમાં સાડા 6 લાખ મજુરો રહી રહ્યા છે. બિન સરકારી સંગઠનો દ્વારા પણ શ્રમીકોની એટલા જ મોટા પ્રમાણમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્યોગ, છંટણીનાં કારણે રાજ્યમાં નિર્માણ, સેવા ક્ષેત્ર બંધ થવાનાં કારણે આ શ્રમીકોની પાસે કોઇ કામ નથી. ડોઢ મહિના સુધીશિબિરોમાં રક્યા બાદ આ લોકો પોતાનાં ઘરે જવા માટે ઉત્સુક છે. પહેલા દેશવ્યાપી લોકડાઉન ખતમ થયા બાદ મુંબઇના બાંદ્રા વિસ્તારમાં ભીડ તે જ રાતનું એક ઉદાહરણ હતી. 
મહારાષ્ટ્ર એક ઓદ્યોગિક ઉન્નત રાજ્ય છે અને તેનું ખુબ જ મોટુ નિર્માણ વ્યવસાય છે, મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોથી સૌથી વધારે પ્રવાસી શ્રમીકો આવે છે. આ મજુરો અસંગઠિત ક્ષેત્રમાં મજુરીનાં આધારે કામ કરે છે. તેઓ ડોઢ મહિનાથી કેમ્પમાં છે. તેઓ ડોઢ મહિનાથી કેમ્પમાં પુરાયેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube