મોટા ષડયંત્રનો પર્દાફાશ: ગલ્ફ દેશોમાં ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે ISI, અનેક ફેક એકાઉન્ટ બનાવ્યાં

ટ્વીટર અને સોશિયલ મીડિયા દ્વારા ગલ્ફ દેશોમાં ભારત પ્રત્યે નફરત ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનથી ઓપરેટ થતા ફેક એકાઉન્ટ્સના ડોઝિયર તૈયાર કર્યા છે. ગલ્ફ દેશોના રોયલ ફેમેલી અને જાણીતા લોકોના નામ પર આઈએસઆઈએ આવા ફેક એકાઉન્ટ્સ બનાવ્યાં છે. જેના દ્વારા ભારત વિરુદ્ધ અનેક આપત્તિજનક પોસ્ટ શેર થઈ રહી છે. 

Updated By: Apr 23, 2020, 01:42 PM IST
મોટા ષડયંત્રનો પર્દાફાશ: ગલ્ફ દેશોમાં ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે ISI, અનેક ફેક એકાઉન્ટ બનાવ્યાં

નવી દિલ્હી: ટ્વીટર અને સોશિયલ મીડિયા દ્વારા ગલ્ફ દેશોમાં ભારત પ્રત્યે નફરત ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનથી ઓપરેટ થતા ફેક એકાઉન્ટ્સના ડોઝિયર તૈયાર કર્યા છે. ગલ્ફ દેશોના રોયલ ફેમેલી અને જાણીતા લોકોના નામ પર આઈએસઆઈએ આવા ફેક એકાઉન્ટ્સ બનાવ્યાં છે. જેના દ્વારા ભારત વિરુદ્ધ અનેક આપત્તિજનક પોસ્ટ શેર થઈ રહી છે. 

ISI આ સાથે ફેક ટ્વીટર એકાઉન્ટ પર એવા ભારતીયોની જૂની પોસ્ટ પણ શેર કરી રહી જેના દ્વારા તે બહારના દેશોમાં રહેતા ભારતીયોને બદનામ કરી શકે. ISIના સોશિયલ મીડિયા પર બનાવવામાં આવેલા ફેક એકાઉન્ટનું લોકેશન ગલ્ફ દેશોમાં જોવા મળી રહ્યું છે. જ્યારે હકીકત એ છે કે આ તમામ પાકિસ્તાની ટ્વીટર એકાઉન્ટ છે. 

ભારતીય એજન્સીઓએ હજારોની સંખ્યામાં આવા ફેક એકાઉન્ટની ઓળખ કરી છે જે પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યાં છે. પરંતુ તેની ઓળખ છૂપાવીને તેનું લોકેશન ગલ્ફ દેશોમાં જણાવાઈ રહ્યું છે. જેના દ્વારા ભારત વિરુદ્ધ પોસ્ટ શેર કરાઈ રહી છે જેથી કરીને ગલ્ફ દેશો અને ભારતના સંબંધો ખરાબ થઈ શકે. 

જુઓ LIVE TV

દિલ્હીમાં રમખાણો દરમિયાન અને ત્યારબાદ પણ દેશમાં રહેતા મુસલમાનોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે આવા જ ટ્વીટર એકાઉન્ટ અને ફેસબુક પર ફેક વીડિયો અને પોસ્ટ શેર કરીને તેને ટ્રેન્ડ કરાવવામાં આવ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube