નવી દિલ્હી : જો તમે પણ નોકરીયાત વ્યક્તિ છો અને મહિનાના અંત સુધીમાં તમારુ એકાઉન્ટ ખાલી થઇ જાય છે તો આ સમાચાર માત્ર તમારા માટે જ છે. સેલેરી ક્લોસ લોકોની સાથે ઘણી વખત આવું થતું હોય છેકે હોમ લોનનાં ઇએમઆઇ, કાર લોનનાં ઇએમઆઇ અથવા તો બાળકોની ફી ચુકવવાનાં કારણે તેમના એકાઉન્ટમાં 0 બેલેન્સ થઇ જાય છે. જો તમારી સાથે પણ વારંવાર આવું થાય છે તો 31 મેનાં રોજ ધ્યાનમાં રાખીને અકાઉન્ટમાં થોડા પૈસા જરૂર રાખો. એવું કરવાથી તમારુ નુકસાન ટળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ કોંગ્રેસમાં ભડકો: કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે CM બનવા માંગે છે

આ વખતે પણ બેંક ખાતાઓમાંથી 31 મેનાં રોજ કપાશે પ્રીમિયમ
વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના (PMSBY)નું વાર્ષિક પ્રીમિયમ દર વર્ષની જેમ આ વખતે પણ 31 મેનાં રોજ બેંક ખાતામાંથી કપાશે. આ અંગે બેંકોની તરફથી ખાતા ધારકોને મેસેજના માધ્યમથી એલર્ટ આપવાનું ચાલુ થઇ ચુક્યું છે. જો તમારા એકાઉન્ટમાં પ્રીમિયમ માટે પુરતુ બેલેન્સ નહી હોય તો તમે આ સુવિધાનો ફાયદો નહી ઉઠાવી શકો. તમે જો PMSBY માટે પોતાને એનરોલ કરાવી રહ્યા છો તો જરૂર છે કે ખાતામાં પુરતૂ બેલેન્સ જરૂર રાખવામાં આવે. 


મહા EXIT POLL 2019: ZEE NEWS પર આજે સાંજે 5 વાગ્યાથી જુઓ 'poll of polls'
EXIT POLL 2019: 2014માં શું હતાં એક્ઝિટ પોલના પરિણામ? કોની વાત સાચી પડી તે ખાસ જાણો
વડાપ્રધાન મોદીએ કરી હતી યોજનાની શરૂઆત
આ યોજનાની શરૂઆત વડાપ્રધાનમોદી તરફથી કરવામાં આવી હતી. આ યોજના માટે પ્રીમિયમ તરીકે દર વર્ષે તમારા ખાતમાંથી 12 રૂપિયા કપાય છે. આ પ્રીમિયમ ખાતામાંથી એકવારમાં ઓટોડેબિટ થાય છે. આ સ્કીમ પબ્લિક સેક્ટર જનરલ ઇંશ્યોરન્સ કંપની અને પ્રાઇવેટ સેક્ટર જનરલ ઇંશ્યોરન્સ કંપની બંન્ને તરફથી અપાઇ રહી છે. આ યોજનાનો લાભ 18થી 70 વર્ષની ઉંમરનાં લોકો લઇ શકે છે.