પંજાબ કોંગ્રેસમાં ભડકો: કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે CM બનવા માંગે છે

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુની વચ્ચે હવે ઉગ્રયુદ્ધ સામે આવી રહ્યું છે. રવિવારે તેમણે સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે, મારી અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટિપ્પણીનું કોઇ પણ યુદ્ધ નથી ચાલી રહ્યું. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે. લોકોની પાસે મહત્વકાંક્ષા હોય ચે. તેમણે કહ્યું કે, હું સિદ્ધુને બાળપણથી જાણુ છું. તેઓપંજાબના મુખ્યમંત્રી બનવા માંગે ચે અને તેના કારણે તેઓ મને હટાવવા માંગે છે. 

પંજાબ કોંગ્રેસમાં ભડકો: કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે CM બનવા માંગે છે

નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુની વચ્ચે હવે ઉગ્રયુદ્ધ સામે આવી રહ્યું છે. રવિવારે તેમણે સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે, મારી અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટિપ્પણીનું કોઇ પણ યુદ્ધ નથી ચાલી રહ્યું. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે. લોકોની પાસે મહત્વકાંક્ષા હોય ચે. તેમણે કહ્યું કે, હું સિદ્ધુને બાળપણથી જાણુ છું. તેઓપંજાબના મુખ્યમંત્રી બનવા માંગે ચે અને તેના કારણે તેઓ મને હટાવવા માંગે છે. 

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે લોકસભા ચૂંટણી 2019 (loksabha elections 2019)ના સાતમા તબક્કા હેઠળ પટિયાલામાં મતદાન કર્યું હતું. ત્યાર બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે નવજોતસિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું. કેપ્ટન અમરિંદર સિંહે આ દરમિયાન સિદ્ધુ દ્વારા તેમના તથા પંજાબ કોંગ્રેસની ઉપર કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે તેમની આલોચના પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતસર લોકસભા સીટ મુદ્દે નવતોજ  સિંહ સિદ્ધુએ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. તે ઇચ્છતા હતા કે તેની પત્ની નવજોત કૌર સિદ્ધુને ટિકિટ મળે, જો કે તેવું થયું નહોતું. સિદ્ધુની સતત નિવેદનબાજીનો વળતો પ્રહાર કરતા રવિવારે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, મારા અને નવજોત સિદ્ધુ વચ્ચે કોઇ જીભાજોડી નથી ચાલી રહી, તેમના પોતાના સપનાઓ છે અને દરેક વ્યક્તિના હોય છે. 

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, હું તેમને બાળપણથી ઓળખું છું અને મારી તથા તેની વચ્ચે કોઇ જ સ્પર્ધા નથી, પરંતુ તેઓ પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે. જેનો એક માત્ર વિકલ્પ છે મને ઉથલાવી દેવો. અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા જ સિદ્ધુની પત્નીએ પ્રદેશના મુખ્યમંત્રી અને નેતૃત્વની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. નવજોત કૌરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકિટ નહી અપાઇ હોવાનો આરોપ લગાવીને વિવાદ પેદા કરી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news