નવી દિલ્હી : કોરોના વાયરસના વધી રહેલા પ્રભાવ વિશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આવતી કાલે દિલ્હીમાં 50 ટકા બસો નહીં ચાલે. તેમણે દિલ્હીની જનતાને અપીલ કરતા કહ્યું છે કે લોકો ઘરમાં જ રહે અને જરૂર ન પડે તો ઘરની બહાર ન નીકળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ કેજરીવાલે કોરોનાના ખતરાના કારણે દિલ્હીમાં રેશનના ક્વોટાને વધારીને એનું ફ્રી વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ અંતર્ગત 72 લાખ લોકોને મહિનાનું 7.5 કિલો ફ્રી અનાજ આપવામાં આવશે. આ સિવાય નાઇટ શેલ્ટરમાં મફતમાં ભોજન દેવામાં આવશે. કેજરીવાલે નિવેદન આપતા કહ્યું છે કે અત્યારે બંધ જેવી સ્થિતિ નથી પણ જો જરૂર પડી તો દિલ્હીમાં લોકડાઉન કરવામાં આવશે. 


દેશના કરોડો ગ્રાહકો માટે ખુશખબરી, BoB એ 3 મહિના માટે ફ્રી કરી આ સેવા


દિલ્હીમાં બધા કર્મચારીઓ હવે ઘરેથી કામ કરશે. કોરોના(Corona) વાયરસના ખતરાને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે 31 માર્ચ સુધી તમામ મોલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તથા દિલ્હી સરકાર હેઠળની તમામ બિન-જરૂરી કચેરીઓ અને સેવાઓ પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે તમામ મોલ્સ બંધ રહેશે પરંતુ કરિયાણાની દુકાન, ફાર્મસી અને શાકભાજીની દુકાનો બંધ કરવામાં આવી નથી. દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ફક્ત જરૂરી જાહેર વ્યવહારની પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે. ત્યારે દિલ્હીના બધા પ્રાઈવેટ સેક્ટર પર લોકોને ઘરેથી કામ કરવાની અપીલ કરી છે. બિનજરૂરી કેટેગરીમાં આવનાર બધા ખાનગી કંપનીઓના લોકો પણ ઘરેથી કામ કરશે.


મધ્ય પ્રદેશમાં થઈ CoronaVirus ની એન્ટ્રી, 4 દર્દીઓ મળી આવતા જબલપુર થયું લોક ડાઉન


ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને તે હવે 251ને પાર કરી ચુકી છે અને હાલ ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ બીજા સ્ટેજમાં પહોંચી ચુક્યું છે અને જો આ સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તે ત્રીજા સ્ટેજ પર પણ જઈ શકે છે. આ સ્ટેજમાં કોરોના વાયરસ વ્યાપક સ્તર પર ફેલાવવા લાગે છે અને આ સ્ટેજ અત્યંત ખતરનાક અને ભયજનક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube