નવી દિલ્હી: પૂર્વ લદ્દાખની ગલવાન ખાડીમાં સામન્ય સ્થિતિ ખરાબ કરવાના ઉદ્દેશ્યથી સતત ત્રીજા દિવસ બુધવારના ભારતીય અને ચીનના સેનાઓના મેજર જનરલ સ્તરની વાતચીત કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મુદ્દા પર ચર્ચા થઈ છે. પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. શુક્રવારના ફરી આ સ્તરની ચર્ચા થવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વંચો:- સરકારની ચીન સામે પ્રથમ મોટી કાર્યવાહી, ડ્રેગનની કમર તોડવા કરી તૈયારી


ગલવાન ખાડીમાં સોમવારની સાંજે ભારીતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. આ સંઘર્ષમાં ભારતીય સેનાના લગભગ 18 જવાનો ગંભીર રીતથી ઘાયલ થયા હતા.


સૂત્રોના જણાવ્યા અનુસાર ગલવાન ખાડીની નજીક બંને પક્ષોની વચ્ચે વાતચીત મંગળવાર અને બુધવારના અસ્પષ્ટ રહી હતી. મેજર જનરલ સ્તરીય વાતચીતમાં ગલવાન ખાડીથી સૈનિકોના પાછા હટવાની પ્રક્રિયાને લાગુ કરવાની ચર્ચા થઈ હતી. 6 જૂનના બંને પક્ષો વચ્ચે ઉચ્ચ સ્તરીય સેનાની વાતમાં તેના પર સંમતિ બની હતી.


આ પણ વંચો:- પરપ્રાંતીયઓને તેમના ગામમાં જ મળશે રોજગાર, નાણા મંત્રીએ કરી આ મોટી જાહેરાત


ચીનને સ્પષ્ટ સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના કહ્યું હતું કે, ભારત શાંતિ ઈચ્છે છે. પરંતુ જો ઉશ્કેરવામાં આવશે તો તે યોગ્ય જવાબ આપવામાં સક્ષમ છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભારતીય જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય.


પેંગોંગ ત્સોના કાંઠે બંને પક્ષો વચ્ચે થયેલા સંઘષ બાદ 5 મેથી ગલવાન અને પૂર્વી લદ્દાખના કેટલાક અન્ય વિસ્તારોમાં બંને દેશોની સૈન્ય વચ્ચે તકરાર છે.


આ પણ વંચો:- રેલવેએ 2 વર્ષ પહેલા શરૂ કરી સૌથી મોટી ભરતી પ્રક્રિયા, જાણો શું આવ્યા અપડેટ


ગતિરોધની શરૂઆત થઈ ત્યારથી, ભારતીય લશ્કરી નેતૃત્વએ નિર્ણય લીધો હતો કે પેંગોંગ ત્સો, ગાલવાન ખાડી, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડિના વિવાદિત વિસ્તારોમાં ચીની સૈનિકો દ્વારા કોઈ આક્રમક કાર્યવાહીથી સંપૂર્ણ દ્રઢતા સાથે સામનો કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube