ચેતવણી : ભારતમાં 40 કરોડથી વધારે થઈ જશે કોરોના વાયરસ પોઝિટિવ?
સંક્રમણ જ્યારે ચરમસીમાએ હશે ત્યરે દેશમાં 40 કરોડથી વધારે લોકો Coronavirusથી પ્રભાવિત થશે
નવી દિલ્હી : જો તમે વિચારી રહ્યા હો કે કોરોના વાયરસ (Coronavirus)ના ચેપથી બચવા માટે લોકડાઉન (Lockdown) એકમાત્ર ઉપાય છે તો તમે ખોટા છો. અમેરિકાના વોશિંગ્ટન ખાતે આવેલા સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિસ્ક, ઇકોનોમિક એન્ડ પોલિસી (CDDEP)એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસ જ્યારે ચરમસીમાએ હશે ત્યારે દેશના 40 કરોડથી વધારે લોકો સંક્રમણનો ભોગ બનશે. હાલમાં વડાપ્રધાને કોરોના વાયરસને પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.
સંસ્થાએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે જો લોકો એકબીજાને મળવાનું નહીં ટાળે તો ગંભીર પરિણામ સામે આવી શકે છે. CDDEPએ દાવો કર્યો છે કે જો પરિસ્થિતિ આવી જ રહી તો ભારતમાં જુલાઈ મહિના સુધી 30થી 40 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થશે. આ વાયરસનો જ્યારે ગંભીર હુમલો થશે ત્યારે 20થી 40 લાખ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 694 પર પહોંચી ગઈ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 16 લોકોના જીવ ગયા છે. 45 લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 88 કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત 22,295 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યાં છે. દેશની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 130 થઈ ગયો છે તો દિલ્હીમાં આ સંખ્યા 37ની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર