ગઠબંધન તૂટતા જ આતંકીને વીણીવીણીને દૂર કરવા કરાયું મોટું પ્લાનિંગ
સુરક્ષાદળોએ જબરદસ્ત ઓપરેશન હાથ ધર્યુ છે
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં બીજેપી અને પીડીપી ગઠબંધન સરકાર પડી ભાંગતા હવે કેન્દ્રિય સુરક્ષાદળ એક્શનમાં આવી ગયું છે. સુરક્ષાદળોએ કાશ્મીરમાં સક્રિય આતંકીઓનું હીટ લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં કુલ 180 આતંકીઓના નામ શામેલ છે. આ આતંકીઓમાંથી 107 આતંકી હિઝબુલ સાથે જોડાયેલા છે. આ લિસ્ટમાં કાશ્મીરમાં આતંક ફેલાવનાર 50 વિદેશી આતંકીઓના નામ પણ શામેલ છે. સરક્ષાદળોને એવા 40 આતંકીઓ વિશે પણ ખબર પડી જેણે રમઝાન દરમિયાન આતંકનો રસ્તો અપનાવ્યો હતો.
સુરક્ષાદળોએ પોતાના પોતાના નવા ઓપરેશન પ્લાનમાં લિસ્ટમાં શામેલ 180 આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. આ ઓપરેશન પછી દક્ષિણ અને ઉત્તર કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓનો ફેંસલો લાવી દેવામાં આવશે. સુરક્ષાદળનો પ્રયાસ છે કે વિદેશી આતંકવાદીઓના ઉંધા રવાડે ચડેલા યુવાનોને પણ કોઈ પણ રીતે સમાજની મુખ્યધારામાં વાળવામાં આવે. આ વિદેશી આતંકીઓને વીણીવીણીને ખતમ કરવાનું પ્લાનિંગ છે.
તામિલનાડુની અનુકૃતિ બની મિસ ઇન્ડિયા, લાગે છે પરી જેવી સુંદર
મળતી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાંથી છેલ્લા 5 મહિનામાં લગભગ 150થી વધારે યુવાનો લાપતા થયા છે. આશંકા છે કે આ લાપતા યુવાનોમાંથી મોટાભાગના આતંકી બની ગયા છે. ઇન્ટેલિજન્સનું માનવું છે કે આ લાપતા થયેલા યુવાનોની સંખ્યા ઘણી વધારે છે. કાશ્મીરમાં 100 જેટલા યુવાનો એવા છે જે લાપતા છે પણ એ વિશે કોઈ ફરિયાદ નથી કરવામાં આવી. સુરક્ષાદળને શકે છે કે આ ગાયબ યુવાનોના પરિવારને તેમના બાળકો વિશે માહિતી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સૌથી વધારે યુવાનો બારામુલ્લા, બાંદીપુરા, પુલવામા તેમજ અનંતનાગથી ગાયબ છે. ઉલ્લેખનીય ચે કે સુરક્ષાદળો દ્વારા ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આ વિસ્તારોમાં જ વધારે કાર્યવાહી કરવામાં આવી છે. સુરક્ષાદળો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતમાં ઘુસણખોરી કરવા માટે પાકિસ્તાને દસ લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુરેજ સેક્ટરથી 20 આતંકી, માછિલ સેક્ટરથી 50 આતંકી, કેરન સેક્ટરથી 55 આતંકી, તંગધાર સેક્ટરથી લશ્કર અને જૈશના 65 આતંકી, નૌગામ સેક્ટરથી 7 આતંકી ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે. આ સિવાય ઉરી સેક્ટરથી 50 આતંકી, પુંછ સેક્ટરથી 35 આતંકી, ભીંબર ગલીથી 120 આતંકી, નૌસેરા સેક્ટરથી 30 આતંકી અને રામપુર સેક્ટરથી 3 આતંકી ઘુસણખોરી કરવાના મોકાની શોધ કરી રહ્યા છે.