કોટા : કોટા વિભાગની સૌથી મોટી મેડિકલ કોલેજની હાલત હાલમાં બહુ ખરાબ છે. અહીંના ડોક્ટર્સ જુગાડના સહારે ઓપરેશન કરવા માટે મજબૂર છે. અહીંના મુખ્ય ઓપરેશન થિયેટરની વીજળી ખરાબ હોવાના કારણે ડોક્ટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં ડોક્ટર અને સર્જન ઇમરજન્સી લાઇટ લગાવીને ઓપરેશન કરાવી રહ્યા છે. આ કારણે પણ ઇમરજન્સી કેસ પણ છેલ્લા કેટલાક દિવસથી પેન્ડિંગ ચાલી રહ્યા છે. આ હોસ્પિટલમાં આમ તો સુપર સ્પેશિયાલિટી બ્લોકનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે પણ એની આંતરિક હાલત જોઈને એ કોઈ કબાડખાનું હોય એવું લાગતું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલના ફર્સ્ટ ફ્લોરના છ ઓપરેશન થિયેટરમાંથી ચાર છેલ્લા આઠ દિવસથી વીજળીની સમસ્યાને કારણે બંધ છે. આ કારણે સર્જન ઓપરેશન ટોર્ચ અને ઇમરજન્સી લાઇટના ભરોસે ઓપરેશન કરવા માટે મજબૂર છે. આ ઓપરેશન વખતે પૂરતી લાઇટ ન હોવાથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. આ મામલે દરેક ડોક્ટર પોતાના વિભાગના વડાને લેખિતમાં જાણ કરી ચૂક્યા છે પણ આમ છતાં એનો કોઈ નિવેડો નથી આવ્યો. 


તપાસ કરતા માહિતી મળી છે કે હોસ્પિટલમાં ગાયનેક, પ્લાસ્ટિક સર્જરી તેમજ પીડિયાટ્રિક વિભાગ પણ ખોલી દેવામાં આવ્યો છે પણ એમાં ઓપરેશન કરવા માટે કોઈ સાધન નથી. હાલમાં તમામ વિભાગ માટે ઉપકરણોની વ્યવસ્થા કરવાનું કામ ચાલુ છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઓપરેશન થિયેટરમાં ચાર પોર્ટેબલ લાઇટ્સ છે જે છ મહિનાથી બંધ છે. આ સિવાય ઓઝારને જંતુમુક્ત કરવા માટેનું મશીન તેમજ સક્શન મશીન પણ કામ નથી કરતું. આમ, ઓપરેશન થિયેટરની હાલત કબાડખાના જેવી થઈ ગઈ છે. 


દેશના સમાચાર જાણવા કરો ક્લિક...