નવી દિલ્હી: રાજસ્થાનના નાગૌરમાં ભયાનક રોડ અકસ્માત સર્જાયો શ્રી બાલાજી ક્ષેત્રમાં ઘટેલી દુર્ઘટનામાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા. અક્સમાતની જાણ થતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શોક વ્યક્ત કર્યો. મૃત્યુઆંક વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતના કારણનો ખુલાસો નહીં
નાગૌરના શ્રીબાલાજી કસ્બા પાસે એક ટ્રક અને ક્રૂઝર માં જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને  ઘાયલોને સ્થાનિકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના કારણો અંગે જાણકારી મળી નથી. 


મળતી માહિતી મુજબ આ અકસ્માત આજે સવારે લગભગ 7.40 વાગ્યાની આસપાસ નાગૌર જિલ્લાના શ્રીબાલાજી કસ્બાના બાયપાસ પાસે થયો. તે સમયે એક ક્રૂઝરમાં સવાર લગભગ 17 મુસાફરો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિાયન શ્રીબાલાજી કસ્બાના બાયપાસ પાસે એક ટ્રેલર અને ક્રૂઝર વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ક્રૂઝરના ફૂરચે ફૂરચા ઉડી ગયા. ક્રૂઝરમાં સવાર લોકો તેમાં ફસાઈ ગયા. 


PICS: પૂરપાટ ઝડપે આવતી લક્ઝુરિયસ કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ,  MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત


અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કરનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. આસપાસના લોકો અવાજ સાંભળીને દોડી આવ્યા. મૃતકોની હજુ ઓળખ થઈ નથી. પોલીસ તેમની ઓળખના પ્રયત્ન કરી રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આઘાતમાં સરી પડ્યા. તેમણે આ ઘટનાને હ્રદયદ્રાવક ગણાવી અને કહ્યું કે ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે. તમામ ઘાયલોની જલદી સાજા થવાની કામના પણ કરી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube