PICS: પૂરપાટ ઝડપે આવતી લક્ઝુરિયસ કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ,  MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત

કર્ણાટકના બેંગલુરુમાં ભીષણ રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા. મંગળવારે સવારે આ દુર્ઘટના ઘટી જેમાં એક પૂરપાટ ઝડપે આવતી ઓડી કાર રસ્તાના કિનારે લાગેલા વીજળીના થાંભલા સાથે ટકરાઈ.

PICS: પૂરપાટ ઝડપે આવતી લક્ઝુરિયસ કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ,  MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં ભીષણ રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા. મંગળવારે સવારે આ દુર્ઘટના ઘટી જેમાં એક પૂરપાટ ઝડપે આવતી ઓડી કાર રસ્તાના કિનારે લાગેલા વીજળીના થાંભલા સાથે ટકરાઈ. આ અકસ્માતમાં ડીએમકે ધારાસભ્યના પુત્ર અને વહુનું મોત નિપજ્યું.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં તામિલનાડુના હોસુર સીટથી ડીએમકે પાર્ટીના ધારાસભ્ય વાય પ્રકાશના પુત્ર અને પુત્રવધુનું મોત નિપજ્યું છે. વિધાયકે પોતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે પુત્ર કરુણા સાગર અને પુત્રવધુ બિન્દુના મોત થયા છે. 

આ અકસ્માત બેંગલુરુના મંગલા કલ્યાણનમટપ્પા વિસ્તારમાં થયો હતો. 6 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નિપજ્યું. અકસ્માતનો ભોગ બનેલી ઓડી Q3 કાર તમિલનાડુના હોસુરના વિધાયકના નામ પર જ રજિસ્ટર્ડ છે. 

The couple was travelling in the Audi car which hit a street light pole, leading to the accident

— ANI (@ANI) August 31, 2021

અકસ્માતની તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય કે અકસ્માત કેટલો ભીષણ હશે. કારના ફૂરચા ઉડી ગયા છે. કારનું બોનટ, અંદરની સ્પેસ અને પૈડા સહિત બધુ ચૂરેચૂરા થઈ ગયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલામાં કરુણા સાગર, બિન્દુ (28), ઈશિતા, (21), ડો.ધનાસુ (21), અજય ગોયલ, ઉત્સવ અને રોહિત (23) સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news