નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો છે. બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં કુલ 24 કોચ હતા, જેમાંથી લગભગ 12 કોચ પ્રભાવિત થયા છે. આ ઘટના મોયનાગુરી પાર કર્યા બાદ બની હતી. આ ટ્રેન પટનાથી ગુવાહાટી જઈ રહી હતી. અલીપુરદ્વાર ડીઆરએમ, એસપી અને ડીએમ તમામ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલ્વેએ જાહેર કરી રેસ્ક્યુ હેલ્પલાઈન
આટલા મોટા અકસ્માત બાદ રેલ્વેએ ઘાયલોના પરિવારજનો માટે બે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. તમે આ બે નંબરો 03612731622, 03612731623 પર ડાયલ કરીને માહિતી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે ટ્રેન નંબર UP 15633 ના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.


UP Election 2022: ચૂંટણી પહેલા ભાજપ સાથે આ નેતાઓએ તોડ્યો સંબંધ, અત્યાર સુધીમાં 8 રાજીનામા


CM એ આપ્યા રેસ્ક્યૂના આદેશ
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘાયલોની વહેલી તકે સારવાર કરવાના નિર્દેશ આપ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશનના આદેશ પણ આપ્યા છે. આ ઘટનાની વિગતવાર માહિતી જાણવા માટે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી છે.


ઘર વેચીને આ બિઝનેસમાં લગાવ્યા પૈસા, આજે છે એશિયાનો સૌથી અમિર વ્યક્તિ


ગુવાહાટી તરફ જઈ રહી હતી ટ્રેન
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન બપોરે 12.30 વાગ્યા સુધીમાં ગુવાહાટી પહોંચવાની હતી, પરંતુ તે પહેલા જ આ મોટી ટ્રેન દુર્ઘટના થઈ ગઈ. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો આંકડો રેલવે દ્વારા હજુ જાહેર કરવામાં આવ્યો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube