નવી દિલ્હીઃ Kerala Boat Tragedy: કેરલના મલપ્પુરમ જિલ્લાના તાનુર વિસ્તારમાં ઓટ્ટુમ્પુરમની પાસે એક હાઉસબોટ રવિવાર ( 7 મે) એ સાંજે ડૂબી ગઈ છે. ન્યૂઝ એએનઆઈ પ્રમાણે બોટમાં સવાર બાળકો સહિત કુલ 15 લોકોના મોત થયા છે. પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય જારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે દુર્ઘટના સ્થળથી મળેલી પ્રારંભિક સૂચના અનુસાર બોટમાં આશરે 40 યાત્રી સવાર હતા, જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 10 યાત્રીકોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 


દુર્ઘટના સમયે બોટમાં આશરે 40 લોકો સવાર હતા. રાજ્યના મંત્રી વી અબ્દુરાહમાને જાણકારી આપી કે કેરલના મલપ્પુરમ જિલ્લામાં બોટ ડૂબવાથી મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube