કોરોના વચ્ચે આજથી ખુલશે મોલ, હોટલ અને ધાર્મિક સ્થળ, જાણો શું છે નિયમ
લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરેન્ટ ફરીથી ખુલવા જઇ રહ્યા છે. જેમાં નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન સિસ્ટમ જેવી સિસ્ટમ રહેશે.
નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરેન્ટ ફરીથી ખુલવા જઇ રહ્યા છે. જેમાં નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન સિસ્ટમ જેવી સિસ્ટમ રહેશે, તો બીજી તરફ મંદિરોમાં પ્રસાદ વગેરેનું વિતરણ નહી થાય.
કોરોના વાયરસ (Corona)ના વધતા જતા સંક્રમણના કેસ વચ્ચે આ બધુ ખોલવાથી નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં અત્યારે 1,20,406 લોકો કોરોના સંક્રમિત છે, મંત્રાલયે જણાવ્યું કે કુલ 1,19,292 લોકો બિમારીથી સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે અને એક દર્દી વિદેશ જતો રહ્યો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'અત્યાર સુધી 48.37 ટકા દર્દીઓ સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. સંક્રમણના કુલ કેસમાં વિદેશ નાગરિક પણ સામેલ છે.'
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એસઓપી જાહેર કર્યા બાદ શોપિંગ મોલ, હોટલો, રેસ્ટોરેન્ટ તથા ધાર્મિક સ્થળો પર જવું હવે લોકડાઉન પહેલાં જેવું નહી હોય. મોલમાં, સિનેમા હોલ, ગેમિંગ આર્કેટ અને બાળકોની રમવાની જગ્યા પર પહેલાંની માફક પ્રતિબંધિત સ્થળ રહેશે. એસઓપી પરામર્શવાળી પ્રકૃતિના છે અને કેન્દ્ર સરકારએ તેમનું વિવરણ નક્કી કરવાનો અધિકાર રાજ્યોને આપ્યો છે.
જોકે પંજાબ સરકારે પોતાના દિશાનિર્દેશો હેઠળ મોલમાં પ્રવેશ માટે ટોકન આપવાની સિસ્ટમ અપનાવી છે. ગુજરાતમાં કેટલાક ધાર્મિક સ્થળો પર પાળીઓમાં પ્રાર્થના આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે અને શ્રદ્ધાળુઓના આવવાનો સમય નક્કી કરતાં ટોકન સિસ્ટમ શરૂ કરી છે જેથી સામાજિક અંતરના નિયમનું પાલન થાય અને ભીડભાડ થાય નહી.
તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ કોરોના વાયરસના સંકટ દરમિયાન ફક્ત દિલ્હીવાસીઓની સારવાર કરશે તો બીજી તરફ શહેરની સીમાઓ સોમવારથી ફરી ખુલી જશે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube