વિદેશ મંત્રાલયનું મોટુ નિવેદન, વિજય માલ્યાને ભારત લાવવા માટે બ્રિટનના સંપર્કમાં
વિજય માલ્યા પર કથિત રૂપથી 9 હજાર કરોડ રૂપિયાની છેતરપંડી તથા મની લોડ્રિંગનો આરોપ છે. કોર્ટના નિર્ણયથી ભારતને માલ્યાને પરત લાવવા માટેના પ્રયાસોને તાકાત મળી છે.
નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ભાગેડુ દારૂ વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણને લઇ લંડન સ્થિત ભારતીય મિશન બ્રિટિશ અધિકારીઓના સતત સંપર્કમાં છે. વાત થોડા દિવસ પહેલાની છે કે, બ્રિટનના વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે વિજય માલ્યાના પ્રત્યર્પણનો આદેશ આપ્યો હતો.
વિજય માલ્યા પર કથિત રૂપથી 9 હજાર કરોડ રૂપિયાની છેતરપંડી તથા મની લોડ્રિંગનો આરોપ છે. કોર્ટના નિર્ણયથી ભારતને માલ્યાને પરત લાવવા માટેના પ્રયાસોને તાકાત મળી છે.
વધુમાં વાંચો: જિન્ના હાઉસ પર ભારતે PAKનો દાવો નકાર્યો, કહ્યું ‘આ અમારી સંપત્તિ છે’
આ મામલે ભારતની આગળની કાર્યવાહીના સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, વેસ્ટમિંસ્ટર કોર્ટના 10 ડિસેમ્બરે આદેશ આપ્યો હતો કે માલ્યાને ભારતને સોંપી શકાય છે. હવે આ મામલો ત્યાંના ગૃહમંત્રી પાસે જશે, જેમની પાસે પ્રત્યર્પણના ઔપચારિક આદેશ આપવા માટે બે મહિનાનો સમય છે.
અમારે જોવાનું રહેશે કે આગળ શુ થાય છે
તેમણે કહ્યું કે ત્યારબાદ બે અઠવાડીયામાં માલ્યાની સામે અપીલ કરી શકીએ છે. કુમારે કહ્યું કે અમારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે. હું કહેવા માગીશ કે લંડનમાં અમારુ મિશન સતત બ્રિટનના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ.
વધુમાં વાંચો: અધૂરુ દેવું માફી ખેડૂતો સાથે અન્યાય, મારી નજર કોંગ્રેસ પર જ છે: શિવરાજ
એક અન્ય ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીથી સંબંધિત સવાલ પર કુમારે કહ્યું કે સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આગ્રહના એટીગુઆ અને બરબૂડાના અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. નીરવ મોદી પર તેમણે કહ્યું કે ભારતના આગ્રહ બ્રિટનના ગૃહમંત્રીની પાસે વિચારણા માટે છે. ત્યારબાદ આ કોર્ટની પાસે નિર્ણય માટે મોકલવામાં આવશે.
(ઇનપુટ-ભાષા)