આજે છે નોટબંધીની બીજી વર્ષગાંઠ, મમતાએ કર્યા કટાક્ષ તો કોંગ્રેસ કરશે દેશભરમાં પ્રદર્શન
પશ્ચિમ બંગાળના સીએમએ તેમના ટ્વીટની સાથે #DarkDay લખ્યું છે, જે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. બીજા ટ્વીટમાં મમતાએ લખ્યું હતું કે, સરકારે દેશ સાથે દગો કરી નોટબંધી કોંભાડ કર્યું છે.
નવી દિલ્હી: આજે (8 નવેમ્બર) નોટબંધી (Demonetisation)ને બે વર્ષ પૂરા થઇ ગયા છે. આ પ્રસંગે, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ ટ્વીટ કરી નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. મમતાએ ટ્વીટમાં લખ્યું છે કે, નોટબંધી આજે તમારી બીજી વર્ષગાઠ છે. તેને લાગુ કરી ત્યારે, મેં તેની પ્રતિકૂળ અસરો સમજાવી હતી, હવે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી, સામાન્ય લોકો અને જાણકારો પણ મારી વાતો પર સહમતિ દર્શાવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના સીએમએ તેમના ટ્વીટની સાથે #DarkDay લખ્યું છે, જે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. બીજા ટ્વીટમાં મમતાએ લખ્યું હતું કે, સરકારે દેશ સાથે દગો કરી નોટબંધી કોંભાડ કર્યું છે. તેનાથી અર્થતંત્ર અને લાખો લોકોના જીવનને બરબાદ કર્યું છે. જેમણે આ કર્યું છે તેમને જનતા સજા આપશે.
ત્યારે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે નોટબંધીની વર્ષગાઠ પર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે નોટબંધીના બે વર્ષ થવા પર શુક્રવારે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશું. પાર્ટીએ કહ્યું કે અર્થતંત્રને બરબાદ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકો પાસે માફી માંગવી જોઇએ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પ્રેસ કોન્ફરેન્સમાં કહ્યું કે બે વર્ષ પહેલા નોટબંધીના હુકમથી દેશના અર્થતંત્રને સંપૂર્ણપણે નાશ કરવા વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રસ્તાઓ પર ઉતરશે.
તિવારીએ કહ્યું કે બે વર્ષ 8 નવેમ્બરે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધિત કરી લગભગ 16.99 લાખ ખરોડ રૂપિયા મુલ્યની કરન્સીને બંધ કરી દીધી હતી. આ હુકમ માટે ત્રણ કારણ આપવામાં આવ્યા હતા કે તેનાથી બ્લેક મની પર રોક લાગશે, નકલી કરન્સી બહાર થશે અને આતંકવાદને નાણાંની સહાયતા મળતી બંધ થઇ જશે પરંતુ બે વર્ષ પુરા થયા પણ પણ તેમાંથી કોઇપણ લક્ષ્ય પુરું થયું નથી.
તિવારીએ કહ્યું કે આજે ભારતના અર્થતંત્રમાં 8 નવેમ્બર 2018ની સરખામણીએ ચલણમાં વધુ પ્રવાહિતા છે. કોંગ્રેસ 8 નવેમ્બર 2018 માંગ કરશે કે ભારતીય અર્થતંત્રને બરબાદ કરવા માટે પ્રધાનમંત્રીએ દેશના લોકોથી માફી માંગવી જોઇએ. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રદર્શનમાં ભાગ લેશે, તો તેમણે કહ્યું કે બધા જ નેતા અને કાર્યકર્તા ભાગ લેશે.