કોલકત્તાઃ દેશમાં કોરોનાનો કહેર જારી છે. બંગાળમાં પણ કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને વિનંતી કરી છે બાકી તબક્કાની ચૂંટણી એક સાથે કરાવી દેવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, હું ચૂંટણી પંચને હાથ જોડીને અપીલ કરુ છું કે કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખી ચૂંટણીના છેલ્લા ત્રણ તબક્કા એક કે બે દિવસમાં પૂરા કરાવવા જોઈએ. મમતાએ કહ્યું કે, લોકોએ ડરવાની જરૂર નથી, પશ્ચિમ બંગાળે કોરોના સંક્રમણનો સામનો કરવા માટે કાર્યબળની રચના કરી છે. 


પશ્ચિમ બંગાળમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 8419 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 6,59,927 લોકો સંક્રમિત થયા છે અને 10568 લોકોના મૃત્યુ થયા છે. 


આ પણ વાંચોઃ COVID-19 Second Wave: પહેલાની તુલનામાં આ વખતે ખતરો ઓછો છેઃ ICMR DG


મમતા બેનર્જીએ રવિવારે કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ કોલકત્તામાં નાની-નાની જનસભાઓનું આયોજન કરસે અને અંતિમ ત્રણ તબક્કામાં જે વિધાનસભામાં ચૂંટણી થશે ત્યાં તે નાની રેલી કરશે. 


મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં પાંચ તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 30 સીટો પર 27 માર્ચે, બીજા તબક્કામાં 30 સીટો પર 1 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 31 સીટો પર છ એપ્રિલ, ચોથા તબક્કામાં 44 સીટો પર 10 એપ્રિલ અને પાંચમાં તબક્કામાં 45 સીટો પર 17 એપ્રિલે મતદાન થયું હતું. 


ચૂંટણી પંચ પ્રમાણે છઠ્ઠા તબક્કામાં 42 સીટો પર 22 એપ્રિલે, સાતમાં તબક્કામાં 36 સીટો પર 26 એપ્રિલે અને આઠમાં તથા છેલ્લા તબક્કામાં 25 સીટો પર 29 એપ્રિલે મતદાન થવાનું બાકી છે. રાજ્યમાં મતગણતરી 2 મેએ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube