COVID-19 Second Wave: પહેલાની તુલનામાં આ વખતે ખતરો ઓછો છેઃ ICMR DG
ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ, 'RTPCR ટેસ્ટ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, અમે બે કે વધુ જીન નમાપીએ છીએ જેથી ટેસ્ટમાં કંઈપણ મિસ ન થાય. આ વેવમાં ઓક્સિજનની વધુ જરૂરીયાત જોવા મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research, ICMR) ના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવ ( Dr Balram Bhargava) એ સોમવારે દેશમાં જારી કોરોના સંક્રમણની બીજી લહેરને પહેલાની તુલનામાં ઓછી ખતરનાક ગણાવી છે. એએનઆઈ સાથે વાતચીતમાં તેમણે કહ્યું, સ્પષ્ટ રીતે આ વખતે લક્ષણ ઓછા છે. જેમ મેં પહેલા કહ્યું હતું કે, સાંધામાં દુખાવો, માંસપેશિઓમાં દુખાવો, સુગંધનો અનુભવ ન થવો, ગળામાં ખારાશ જેવા લક્ષણો આ વખતે પહેલાની તુલનામાં ઓછા જોવા મળી રહ્યાં છે. પરંતુ શ્વાસ લેવામાં મુશ્કેલી વધુ જોવા મળી રહી છે.
ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ, 'RTPCR ટેસ્ટ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, અમે બે કે વધુ જીન નમાપીએ છીએ જેથી ટેસ્ટમાં કંઈપણ મિસ ન થાય. આ વેવમાં ઓક્સિજનની વધુ જરૂરીયાત જોવા મળી છે. લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થઈવ રહી છે. બન્ને વેવમાં મૃત્યુદરમાં કોઈ અંતર જોવા મળ્યુ નથી. બન્ને વેવમાં 70 ટકા લોકો 40ની ઉંમરના હતા.
સામેથી ટ્રેન આવતી હતી..અચાનક બાળક પાટા પર પડી ગયો, Video જોઈને શ્વાસ અદ્ધર થઈ જશે
તેમણે આગળ જણાવ્યુ કે, આ વખતે કોવિડ દર્દીઓમાં યુવાઓ ણ સામેલ છે, જ્યારે પ્રથમ વેવમાં એવરેજ દર્દીઓ 50 વર્ષના લોકો હતા અને આ વખતે એવરેજ દર્દીઓની ઉંમર 49 વર્ષ છે. તેમણે જણાવ્યું કે, વધુ ઉંમરના લોકો પર સંક્રમણનું જોખમ વધુ છે. તેમણે કહ્યું, આ વખતે લક્ષણો વગરના દર્દીઓ વધુ છે. પ્રથમ વેવ અને બીજા વેવ વચ્ચે મૃત્યુદરમાં કોઈ કમી આવી નથી. ડોક્ટર ભાર્ગવે કહ્યુ કે, આ પ્રકારનો ટ્રેન્ડ દેશના મોટાભાગના રાજ્યોમાં જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે