કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર અને સત્તાધારી ભાજપના કાર્યકરો રાજ્યમાં હિંસા ભડકાવવાનો અને તેમની સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મમતાએ એમ પણ કહ્યું કે ભાજપ તેમનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યો છે કારણ કે તેઓ દેશમાં એકમાત્ર એવા છે જે તેમનો વિરોધ કરે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતાએ બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારના એ નિર્ણયના પણ વખાણ કર્યાં કે જેમાં તેમણે જાહેરાત કરી હતી કે જનતા દળ યુનાઈટેડ બિહારની બહાર એનડીએનો ભાગ નહીં રહે. આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર, બિહાર, અને ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. નિતિશકુમારે જાહેરાત કરી છે કે તેઓ બિહારમાં એનડીએ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે પરંતુ અન્ય રાજ્યોમાં પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારની મોટી કાર્યવાહી, 12 કમિશનર રેન્કના અધિકારીઓની કરી 'છુટ્ટી'


ભાજપ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યો છે-મમતા
મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં પત્રકારોને કહ્યું કે "તે (ભાજપ) વિભિન્ન સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ દ્વારા નકલી અહેવાલો ફેલાવવા માટે કરોડો રૂપિયા વહાવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર અને પાર્ટી (ભાજપ) કાર્યકરો પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાની કોશિશ કરી રહ્યાં છે." તેમણે કહ્યું કે, "કોઈ પણ રાજ્યમાં હિંસા કે તોફાનની સ્થિતિમાં કેન્દ્રની પણ રાજ્ય સરકારો જેટલી જવાબદારી હોય છે. મમતાએ કહ્યું કે જો કોઈ રાજ્યમાં કોઈ રમખાણ કે હિંસા થાય તો કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીમાંથી પાછળ હટી શકે નહીં."


જુઓ LIVE TV


UP: અશ્લિલતાના આરોપમાં મેરઠ પોલીસે કિન્નરોને દોડાવી દોડાવીને માર્યા, VIDEO વાઈરલ


કેન્દ્રએ બંગાળમાં ફેલાયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી હિંસા પર રવિવારે ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી બાદ પણ 'બેરોકટોક હિંસા' રાજ્ય સરકારની નિષ્ફળતા લાગે છે. પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્ર ને લખેલા પત્રમાં દાવો કર્યો કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી બાદ કેટલીક છૂટી છવાયી હિંસા થઈ હતી. કેન્દ્રએ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચેની હિંસક ઝડપોમાં ચાર લોકોના મોત બાદ પશ્ચિમ બંગાળ સરકારને એડવાઈઝરી મોકલી હતી. રાજ્યના મુખ્ય સચિવ મલયકુમાર ડેએ પત્રમાં લખ્યું હતું કે હિંસાના તમામ મામલાઓમાં વિલંબ કર્યા વગર 'કડક અને યોગ્ય કાર્યવાહી' શરૂ કરાઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...