મોદી સરકારની મોટી કાર્યવાહી, 12 કમિશનર રેન્કના અધિકારીઓની કરી 'છુટ્ટી'

નાણા મંત્રી નિર્મલા સીતારમને કાર્યભાર સંભાળ્યા બાદ ગણતરીના દિવસોમાં જ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ નાણા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી છે કે આવકવેરા વિભાગના ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર્સ, અને કમિશનર રેન્કના 12 વરિષ્ઠ અધિકારીઓને નાણા મંત્રાલયે રૂલ 56 હેઠળ જબરદસ્તીથી રિટાયર કરી દીધા છે. 

મોદી સરકારની મોટી કાર્યવાહી, 12 કમિશનર રેન્કના અધિકારીઓની કરી 'છુટ્ટી'

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમને કાર્યભાર સંભાળ્યા બાદ ગણતરીના દિવસોમાં જ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ નાણા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી છે કે આવકવેરા વિભાગના ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર્સ, અને કમિશનર રેન્કના 12 વરિષ્ઠ અધિકારીઓને નાણા મંત્રાલયે રૂલ 56 હેઠળ જબરદસ્તીથી રિટાયર કરી દીધા છે. 

— ANI (@ANI) June 10, 2019

રિપોર્ટમાં કહેવાયું છે કે તેમાંથી  કેટલાક અધિકારીઓ કથિત રીતે ભ્રષ્ટાચાર, આવકથી વધુ સંપત્તિ અને મહિલાના ઉત્પીડનમાં સંડોવાયેલા હતાં. એમ પણ કહેવાય છે કે મોદી સરકારે આવા અધિકારીઓની સૂચિ બનાવી છે જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે પરંતુ પ્રદર્શન સારું નથી. તેમને નિયમ 56 મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રિટાયરમેન્ટ આપવામાં આવી રહ્યું છે. 

જુઓ LIVE TV

શું છે નિયમ 56?

નાણા મંત્રાલયના નિયમ 56 હેઠળ સરકાર તે અધિકારીઓ કે જેમની ઉંમર 50થી 55 વર્ષની છે અને 30 વર્ષનો સેવાકાળ પૂરો કરી ચૂક્યા છે તેમને અનિવાર્ય રિટાયરમેન્ટ આપી શકે છે. અત્રે જણાવવાનું કે જનતાના હિત માટે સરકારી વિભાગથી અધિકારીઓને અનિવાર્ય રિટાયરમેન્ટ આપવાનો નિયમ ઘણા સમય પહેલા જ અસ્તિત્વમાં આવી ગયો હતો. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે સૌથી પહેલા આ નિયમનો ઉપયોગ કરતા વરિષ્ઠ અધિકારીઓને અનિવાર્ય રિટાયરમેન્ટ આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news