કોલકાતા: સિંગુર અને નંદીગ્રામમાં લગભગ 10 વર્ષ પહેલા સત્તારૂઢ ડાબેરી સરકાર વિરુદ્ધ પરેશાન, ભૂખ્યા અને ગુસ્સે ભરાયેલા હજારો લોકોનું નેતૃત્વ કરનારા મમતા બેનરજીને કદાચ તે સમયે ખબર નહીં હોય કે તેઓ ઈતિહાસની એક નવી પટકથા લખવા જઈ રહ્યાં છે. આ તો જો કે દસ વર્ષ પહેલાની વાત થઈ. મમતા બેનરજી એકવાર ફરીથી દેશના રાજકારણમાં કેન્દ્રમાં ઊભેલા દેખાઈ પડે છે. જો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત લાવવામાં નિષ્ફળ જશે તો મમતા બેનરજી પોતે ભલે ટોચના પદે બિરાજમાન ન થાય પરંતુ સત્તાની ચાવી એટલે કે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી અને ભાજપની આકરી ટીકા કરનારા લોકોમાંના એક મમતા બેનરજીએ અત્યાર સુધી પોતાની છબી એવી  બનાવી છે કે જે સત્તારૂઢ એનડીએને સત્તામાંથી બહાર કરવાની ચાહત રાખનારી વિરોધી પાર્ટીઓને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં એક રેલીમાં એક જ મંચ પર 23 વિરોધી પક્ષોના નેતાઓને ભેગા કરવામાં સફળ રહ્યાં હતાં. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે મમતા બેનરજીના નેતૃત્વમાં આગામી નવી સરકારમાં અમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકીએ તેમ છે. દેશની જનતા નરેન્દ્ર મોદીના ડરના શાસનથી બચવા માટે બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસ તરફ મીટ માંડીને બેઠી છે. 


લોકસભા ચૂંટણી 2019: પીએમ મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડશે ભીમ આર્મી પ્રમુખ આઝાદ 


દિલ્હી પર છે મમતાની નજર
તેનાથી સંકેત મળે છે કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીની નજર દિલ્હીની ખુરશી પર છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીના રાજીકય જીવનની શરૂઆત તેમના કોલેજના જમાનામાં કોંગ્રેસ કાર્યકર્તા તરીકે થઈ હતી. ત્યારબાદ તેઓ એનડીએ અને યુપીએ સરકારમાં મંત્રી બની રહ્યાં. પરંતુ પશ્ચિમ બંગાળના નંદીગ્રામ અને સિંગુરમાં ઔદ્યોગિકરણ માટે ડાબેરી સરકાર દ્વારા જબરદસ્તીથી ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવતા તેના માટે થયેલા આંદોલને એક રાજકીય નેતા તરીકે તેમને અત્યંત સશક્ત નેતા બનાવી દીધા. 


કોંગ્રેસથી અલગ થઈને પાર્ટી બનાવી હતી મમતાએ
મમતા બેનરજીએ કોંગ્રેસથી અલગ થઈને જાન્યુઆરી 1998માં તૃણમૂલ કોંગ્રેસ નામનો નવો પક્ષ રચ્યો હતો અને ડાબેરીઓના શાસન વિરુદ્ધ દરેક નાની મોટી લડાઈની સાથે તેઓ પોતાના પક્ષને મજબુત બનાવતા ગયાં. તૃણમૂલ કોંગ્રેસના ગઠન બાદ પહેલીવાર વિધાનસભા ચૂંટણી 2001માં યોજાઈ હતી અને પાર્ટી રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી 60 બેઠકો જીતવામાં સફળ રહી હતી. પરંતુ ત્યારબાદ પાર્ટીની જીતનો ગ્રાફ 2006ની વિધાનસભા ચૂંટણીમાં નીચે આવ્યો અને તેઓ માત્ર 30 બેઠકો જીતી શક્યાં. ત્યારબાદ ચાર વર્ષ પછી નંદીગ્રામ અને સિંગુરમાં ખેડૂતોનું આંદોલન શરૂ થયું અને મમતા બેનરજીએ તેનું નેતૃત્વ કરવાનું શરૂ કરી દીધુ. 


રાષ્ટ્રીય રાજકારણમાં છાપ છોડવી છે
પશ્ચિમ બંગાળમાં 2011માં વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક હતી. લાંબા સમયથી પશ્ચિમ બંગાળ એ ડાબેરીઓનો ગઢ ગણાતો હતો અને મમતા બેનરજીએ આ ગઢને તોડી પાડ્યો. તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં 184 બેઠકો પર જીત મળી. ત્યારબાદથી રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ એક એવો સમય છે કે જ્યારે પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં પોતાના છાપ છોડવા માંગે છે. એવા સમયમાં કે જ્યારે કોંગ્રેસ એ સ્થિતિમાં નથી કે તે ભાજપ સામે એકલા હાથે લડી શકે. તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ માને છે કે સ્થાનિક પક્ષો દિલ્હીની ખુરશીનો નિર્ણય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. 


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...