નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી આજે (બુધવાર) દિલ્હીમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ 4:30 વાગ્યે તેમની મુલાકાત થશે. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જી જે ગૃહમાં રોકાયા હતા, તે બંગલો ભાજપના નેતા મુકુલ રોયની બરાબર બાજુમાં છે, જેઓ એક સમયે મમતાના નજીકના અથવા જમણો હાથ માનવામાં આવતા હતા. એવામાં ભલે પીએમ મોદી અને મમતાની મિટિંગ નક્કી હોય પરંતુ બંગાળમાં ભાજપે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની સામે રણનીતિ બનાવવા માટે આજે જ મુકુલ રોયના ઘર પર એક જરૂરી બેઠક બોલાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઈ-સિગરેટ પર મોદી સરકાર લઇ શકે છે વટહુકમ, આજે મહત્વની કેબિનેટ બેઠક


આજે સવારે 10:30 વાગ્યે મુકુલ રોય, અર્જૂન સિંહ સહિત કેટલાક અન્ય સાંસદ દિલ્હી પહોંચવાના છે અને ત્યારબાદ મુકુલ રોયના ઘર પર મીટિંગ કરવાના છે. આ મીટિંગ તે સમયે થશે જ્યારે મમતા બેનરજી બાજુના બંગલામાં હાજર હશે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...