નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ સહિત દેશનાં અન્ય હિસ્સાઓમાં ચાલી રહેલી ડોક્ટર્સની હડતાળ વચ્ચે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીથી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણામાં કહ્યું કે, હું મોતથી નથી ગભરાતી, પરંતુ મોત મારાથી ગભરાય છે, મને અટકાવવાની હિમ્મત કોઇ પણ વ્યક્તિમાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો
મમતા બેનર્જીએ આગળ જણાવ્યું કે, હું બિહાર, યુપી, પંજાબ જઉ છું તો હિંદીમાં વાત કરુ છું કારણ કે રાષ્ટ્રીય ભાષા હિંદી છે. જો કે હવે તમે બંગાળ આવ્યા છો તો અહીં તમારે બાંગ્લા બોલવી પડશે. ચૂંટણી બાદ જ રાજ્યમાં હિંસા થઇ છે. અમે બંગાળને ગુજરાત નહી બનવા દઇએ. બંગાળમાં હિંસા ફેલાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શા માટે લઘુમતી પર હુમલાઓ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, બંગાળમાં ગુંડાગીરીને કોઇ જ સ્થાન નથી. 


ડોક્ટર હડતાળઃ હાઈકોર્ટે મમતાને આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો
દિલ્હીના ભરતનગરમાં ભાઈ-બહેનના થયેલા મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો....
મમતા બેનર્જીએ આ દરમિયાન જણાવ્યું કે, કેટલાક અશુભ શક્તિઓની નજર બંગાળ પર છે. શા માટે સામાન્ય માણસ માર ખાઇ રહ્યો છે. બંગાળનો વિકાસ કરવો પડશે. આપણે ઇવીએમ ન જોઇએ, બેલેટ જોઇએ. તેના માટે 21 જુલાઇએ આંદોલન થશે. મમતાએ કહ્યું કે, બંગાળમાં રહીને બંગાળીઓને ડરાવશો ? તે હું સહન નહી કરુ. મારાથી શા માટે આટલા ગભરાઓ છો ? અમારી લડાઇ ગણતંત્રની લડાઇ છે. પોલીસ જો કામ નહી કરે તો જનતા ક્યાં જશે ?  ફાયદો ઉઠાવવા માટે તમામ પાર્ટીઓ બદલી રહ્યા છે. કઇ રીતે માકપાના મત ભાજપને મળી ગયા ? માકપાએ પોતાનું સાઇનબોર્ડ પોતે જ તૈયાર કર્યું છે.