નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની (Mamata Banerjee) 'અલ્પસંખ્યક કટ્ટરતા'ને લઈને આપવામાં આવેલી ચેતવણી પર ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ) નેતા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) પૂછ્યું કે બંગાળમાં ભાજપ 18 લોકસભા સીટ કેમ જીતી ગયું? તેમણે ટ્વીટ કરી મમતાને જવાબ આપ્યો અને કહ્યું કે, બંગાળમાં મુસલમાનોને મૂળભૂત માનવીય સુવિધાઓ ઉપલબ્ધ ન હોવા પર સવાલ ઉઠાવવો ધાર્મિક કટ્ટરતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પછાતપણાની વાત કરવી કટ્ટરતા નહિઃ ઓવૈસી
ઓવૈસીએ ટ્વીટ કર્યું, 'તે કહેવું કે બંગાળના મુસલમાનોનું કોઈપણ અલ્પસંખ્યકનું માનવ વિકાસ સૂચકઆંકમાં સૌથી ખરાબમાંથી એક હોવું ધાર્મિક કટ્ટરતા નથી.' તેમણે કહ્યું કે, મમતાને મેમાં આવેલા લોકસભાની ચૂંટણીના પરિણામમાં બંગાળમાં ભાજપને મળેલી મોટી સફળતાની યાદ અપાવી અને પૂછ્યું, 'જો દીદી આપણે કેટલાક ''હૈદરાબાદીઓ'થી ચિંતિત હોવ તો તેણે તે જણાવવું જોઈએ કે ભાજપ બંગાળની 42 લોકસભા સીટમાથી 18 પર કેમ જીતી ગયું?


અલ્પસંખ્યક કટ્ટરતા અને હૈદરાબાદ વાળા પર બોલ્યા હતા મમતા
લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની આ પ્રતિક્રિયા મમતા બેનર્જીના તે નિવેદન પર આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, પ્રથમવાર અલ્પસંખ્યકો વચ્ચે કટ્ટરપંથી હોવાની વાત કરતા આવા ત્વોને મહત્વ ન આપવાની ચેતવણી આપી હતી. મમતાએ હિંદુ બહુસંખ્યક વસ્તી વાળા વિસ્તાર કુચ બિહારમાં ઓવૈસી કે તેની પાર્ટીનું નામ ન લીધા વગર કહ્યું હતું, 'હું જોઈ રહી છું કે અલ્પસંખ્યકો વચ્ચે ઘણો કટ્ટરવાદ છે. તેનું ઠેકાણું હૈદરાબાદમાં છે. તમે લોકો તેના પર ધ્યાન ન આપો.' પરંતુ હૈદરાબાદના ઉલ્લેખથી સ્પષ્ટ છે કે મમતાનું નિશાન કોના પર હતું. આ કારણ છે કે ઓવૈસીએ વળતો જવાબ આપવામાં વાર લગાવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube