PM મોદીના નામે ફિલ્મ બની, કોટ બન્યો બસ હવે જુતા બનવાના બાકી: મમતા
મમતાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદીબાબુનાં નામે લોકો સિનેમા બનાવી રહ્યા છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (lok sabha elections 2019) ને ધ્યાને રાખી તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ સરકારનાં ભયંકર સ્વરૂપ અને તેના ફાસીવાદી રાજકારણની વિરુદ્ધ એકમાત્ર પાર્ટી છે તૃણમુલ કોંગ્રેસ. અમારી પાર્ટીના સાંસદોએ સંસદની અંદર અને બહાર દરેક જગ્યાએ બેસ્ટ પર્ફોમન્સ આપ્યું છે.
એનડી તિવારીના પુત્રના મોતનો મુદ્દો ગુંચવાયો, ક્રાઇમબ્રાંચને સોંપાઇ તપાસ
મમતાએ વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, મોદી બાબુનાં નામે લોકો સિનેમા બનાવી રહ્યા છે, મોદી બાબુના નામે કોટ બની રહ્યા છે. દુકાનો બની રહી છે. હવે બાકી શું રહ્યું છે. હવે માત્ર જુતાઓ બનવાના બાકી છે અને અને આ જુતાઓને પહેરીને લોકો સમગ્ર ભારત વર્ષમાં ફરશે.
હાર્દિક પટેલને તમાચો મારનાર તરૂણ ગજ્જરે ઠાલવી વ્યથા, પાટીદાર આંદોલન સમયે થઇ હતી પરેશાની
મમતાએ લોકોને કહ્યું કે, તમને લોકોને ખબર છે કે આ બંગાળની ચૂંટણી નથીઆ દિલ્હીની ચૂંટણી છે. મોદી બાબુ જો ફરી એકવાર સરકારમાં આવશે તો દેશમાં ગણતંત્ર નહી રહે. આઝાદી નહી રહે. ખેડૂતો અને લોકોનો અધિકાર નહી રહે. એટલા માટે આપણે શપથ લઇને તેમની વિરુદ્ધ તૈયાર થવું પડશે. મમતા બેનર્જીએ આ દરમિયાન સુરક્ષાદળોનો મુદ્દો પણ ઉખેળ્યો હતો. તેમણે કહ્યું કે, મારા જેટલા સેન્ટ્રલ ફોર્સ છે, સ્ટેટ ફોર્સ છે, બીએસએફ છે, તમને એક વાત કહીશ કે એક સાથે કામ કરો. કોઇ પાર્ટી માટે કામ ન કરશો. તમે ભાજપનું સાંભળીને કોઇ કામ ન કરો. જો તમને સમસ્યા હોય તો અમારી સ્ટેટ પોલીસ તમારી બધી જ રીતે મદદ કરશે. કાલે કોઇ બીજાની સરકાર આવી જશે. કાલે તો ભાજપની સરકાર નહી રહે. ત્યારે શું થશે.