એનડી તિવારીના પુત્રના મોતનો મુદ્દો ગુંચવાયો, ક્રાઇમબ્રાંચને સોંપાઇ તપાસ

યૂપી-ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહેલા દિવંગત એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનુ શંકાસ્પદ સ્થિતીમાં મોત મુદ્દાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયું છે

એનડી તિવારીના પુત્રના મોતનો મુદ્દો ગુંચવાયો, ક્રાઇમબ્રાંચને સોંપાઇ તપાસ

નવી દિલ્હી : યુપી - ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહેલા દિવંગત એનડી તિવારીનાં પુત્ર રોહિત શેખર તિવારીની શંકાસ્પદ પરિસ્થિતીઓમાં થયેલા મોત મુદ્દે તપાસને ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાંચ પાસે સમગ્ર કેસ પહોંચ્યા બાદ નવેસરથી તેની તપાસ ચાલુ થઇ ચુકી છે. શુક્રવારે ક્રાઇમ બ્રાંચની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓએ દિલ્હી ડિફેન્સ કોલોની ખાતેના તેમના મકાન પર પહોંચ્યા અને ઘરની તપાસ કરી હતી. 

ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણદત્ત તિવારીના પુત્ર રોહિત શેખ તિવારીની શંકાસ્પદ અવસ્થામાં મોતનો મુદ્દો સતત ગુંચવાતો જઇ રહ્યો છે. આ અંગે દિલ્હી પોલીસે ગત્ત રાત્રે હત્યાનો કેસ દાખલ કર્યો છે. 40 વર્ષનો રોહિત પોતાનાં ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનાં નાકમાંથી લોહી વહી રહ્યું હતું. 

પોલીસને જો કે આ મુદ્દે શંકા છે. આ મુદ્દે તપાસ ક્રાઇમબ્રાંચ કરી રહી છે. રોહિતનાં ઘરનાં 7 સીસીટીવી કેમેરાની તપાસ થઇ રહી છે. તપાસ હવે હત્યાના એંગલથી થઇ રહી છે. જો કે પોલીસ સુત્રોનો દાવો છે તે શેખરનો પીએમ રિપોર્ટ આવી ચુક્યો છે. જેમાં તેનું મોઢુ દબાવીને હત્યા થયાનું સામે આવ્યું છે. શક્યતા છે કે તકિયા વડે તેનું મોઢુ દબાવવામાં આવ્યું હોય.

હાલ અધિકારીઓની કંઇ પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર
ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ મુદ્દે તપાસ કરી રહ્યા છે, જ્યા સુધી કોઇ નક્કર માહિતી નથી મળતી તેઓ આ અંગે કોઇ જ નિવેદન આપવા નથી ઇચ્છતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 16 એપ્રીલે રોહિત શેખર તિવારીને હૃદયાઘાતના કારણે મોત થઇ ગયું હતું. 

રોહિતનાં શરીર પર નથી કોઇ ઇજા: પોલીસ રિપોર્ટ
પોલીસના અનુસાર રોહિતનાં કોઇ બાહ્ય ઇજાનું કોઇ નિસાન નથી, આશંકા છે કે તેના બ્રેઇન હેમરેજનાં કારણે થઇ હોય, રોહિતનાં પરિવારોના અનુસાર ઘરમાં તેની નોરાણીએ જણાવ્યું કે રોહિતનાં નામથી લોહી નિકળી રહ્યું હતું, જણાવાઇ રહ્યું છે કે રોહિતને ન્યૂરો અંગેની સમસ્યા હતી. દક્ષિણ દિલ્હીના ડીસીપી વિજય કુમારે કહ્યું હતું કે, રોહિતના ઘરમાં પણ તપાસ સાથે નોકરો અને ઘરનાં લોકોની પુછપરછ થઇ રહી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે અને ત્યાર બાદ મોતનું કારણ સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news