પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા
મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું કે, આ ડોક્ટર્સની હડતાળ ભાજપ અને માકપા પ્રેરિત છે
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે હડતાળીયા ડોક્ટરને આકરી ચેતવણી ઉચ્ચારી છે. ડોક્ટર્સની હડતાળો વચ્ચે ગુરૂવારે નિયમિત સેવાઓ અટકવાનાં કારણે સ્થિતીનો તાગ મેળવવા માટે હોસ્પિટલ પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએક હ્યું કે, તમામ ડોક્ટર્સ આગામી ચાર કલાકમાં કામ પર પરત ફરે. જો એવું નહી થાય તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાંજે 04.30 વાગ્યા સુધી તમામ કામ પર પરત ફરે. જો એવું નહી થાય તો જુનિયર ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવશે.
પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી
પ્રદર્શન કર્તા કનિષ્ઠ ડોક્ટર્સે કોલકાતાની સરકારી એસએસકેએમ હોસ્પિટલમાં મુખ્યમંત્રી બેનર્જી સામે અમને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. બેનર્જીએ આંદોલન કરી રહેલા ડોક્ટર્સને ચાર કલાકની અંદર પોતાની ડ્યુટી પર પરત ફરવા માટેના નિર્દેશ આપ્યા અને કહ્યું કે, આ આંદોલનનું પાલન નહી કરવામાં આવે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, કનિષ્ઠ ચિકિત્સકોનું આંદોલન ભાજપ અને માકપાનું કાવત્રું છે.
રામવિલાસ પાસવાનની પાર્ટી LJPમાં તિરાડ, વિદ્રોહી નેતાઓએ બનાવી અલગ પાર્ટી
AN-32ના પાઈલટની પત્ની જોરહાટમાં ATC ખાતે ડ્યુટી પર હતી જ્યારે વિમાનનો રડાર સાથે સંપર્ક તુટ્યો હતો
બીજી તરફ મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટર્સની વચ્ચે તણાવ વધી રહ્યો છે. જુનિયર ડોક્ટર્સે આ મુદ્દે રાજ્યપાલ સાથે પણ મુલાકાત યોજી છે. બીજી તરફ કોલકાતાની સરકારી હોસ્પિટલ સાગર દત્તા મેડિકલ કોલેજ અને હોસ્પિટલનાં 3 આસિસ્ટેંડ પ્રોફેસર, 1 પ્રોફેસર અને 4 રેસિડેન્ટ ડોક્ટર્સે પોતાનાં પદ પરથી રાજીનામા ધરી દીધા છે. મમતાએ કહ્યું કે, બહારનાં લોકો મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સેવાઓ અટકાવી રહ્યા છે. તેમણે પોલીસને આદેશ આપ્યો કે હોસ્પિટલ પરિસરમાં માત્ર દર્દીઓ જ રોકાય. મમતા બેનર્જીએ આ અલ્ટીમેટમ બાદ કોલકાતાનાં એસએસકેએમ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલુ થઇ ગઇ છે. જ્યારે એનઆરએસ હોસ્પિટલના ડોક્ટર્સ હજી પણ હડતાળ પર છે.
લાપતા AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવીત મળ્યું નથી, તમામ 13નાં મોતઃ વાયુસેના
અત્રે ઉલ્લેખનીય છે કે, મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોમવારે રાત્રે એક દર્દીનાં મોત બાદ તેનાં પરિવાર દ્વારા કરવામાં આવેલી અભદ્રતા મુદ્દે જુનિયર ડોક્ટર્સ હડતાળ પર છે. તેઓ સુરક્ષાની માંગ કરી રહ્યા છે.